________________ મધ્યકાલીન પત્ર સાહિત્યમાં ‘લેખ” | ‘કાગલ' જેવા શબ્દો પ્રચલિત હતા. આ લેખ ઐતિહાસિક, જ્ઞાનાત્મક, તાત્ત્વિક કે સાધુ વ્યવહારના વિષયને સ્પર્શે છે. તદુપરાંત સીમંધર સ્વામી તીર્થકરને પણ તેમાં સ્થાન આપવામાં આવ્યું છે પરિણામે તેમાં ભક્તિમાર્ગની વિચારસૃષ્ટિનું પત્ર શૈલીમાં અનુસંધાન થયું છે. | મધ્યકાલીન લેખ પત્ર પ્રગટ અને અપ્રગટ (હસ્તપ્રત આધાર) એમ બે વિભાગમાં વિભાજિત છે. પ્રથમ વિભાગમાં પ્રગટ પત્રોનો સંચય કર્યો છે. બીજો વિભાગ હસ્તપ્રતને આધારે તૈયાર થયેલ છે. આ પુસ્તકના લેખ/પત્રો એ જૈન પત્ર સાહિત્યના વિકાસની ઐતિહાસિક માહિતી દર્શાવે છે અને સાથે સાથે જૈન સાહિત્યના પત્ર સ્વરૂપના વિકાસમાં પ્રદાન કેવું અને કેટલું છે તેનો અહેવાલ આપે છે. આ લેખમાં રહેલા જ્ઞાન અને ભક્તિ વિષયક વિચારો જૈન સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિના સાંસ્કૃતિક વારસાનું પત્ર સ્વરૂપમાં દર્શન કરાવે છે. સાધુ વ્યવહારના પત્રો સંયમની ઝાંખી સમાન છે. ગદ્ય અને પદ્યમાં ઉપલબ્ધ રચનાઓ તેના પ્રતીક રૂપે છે. થોડા શબ્દોમાં વધુ માહિતી આપવાની કલા પત્ર સ્વરૂપમાં રહેલી છે તેમ છતાં મધ્યકાલીન દીર્ઘ કાવ્યોનાં કેટલાંક લક્ષણો યુક્ત આ પત્ર સાહિત્ય વાચક વર્ગને વિષય અને શૈલીની દ્રષ્ટિએ જ્ઞાનનો નૂતન પ્રકાશપુંજ પાથરવામાં સહભાગી બનશે એવી શ્રદ્ધા છે. વિશેષ તો લેખ/પત્રો દ્વારા માહિતી મળશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org