________________
મન મંજૂષ ગણ રયણ હે, ચૂપ્ય કર દિનીતાલ, ગરાગ હોય તો ષોલિઈ, વાણી વચન રસાલ.
| 13 ||
ઉપરોક્ત દુહામાં પંડિતોની વાણીનો મહિમા પ્રગટ થયો છે. જ્ઞાની પંડિતોનાં વચન આત્માને હિતકારક બને છે. આત્મા શુભાશુભ કર્મબંધ કરે છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે અશુભ કર્મ બંધ કરતી વખતે આત્મા વિચારતો નથી અને ઉદયમાં આવે ત્યારે પશ્ચાતાપ કરે છે. આ સંદર્ભમાં લેખકે વેદનીય કર્મનું સ્વરૂપ સમજાવ્યું છે. (પા. ૪)
આત્મા શુભ ભાવના ભાવે તે માટે કિંચિત્ થાદુ લખ્યું છે કે ગૂઢાર્થવાળું છે એમ જાણીને આત્મલક્ષી બની વિચારણા કરવી. આત્મા માટે ચેતન શબ્દ પ્રયોગ કરીને પુણ્યની સંપત્તિ દ્વારા સુખ મળે અને અંતે અનંતપુણ્ય રાશિથી અવ્યાબાધ શાશ્વત સુખ મળે એમ જણાવ્યું છે. આત્મ નિરીક્ષણ કરીને આત્માને ધર્મમાં જોડવો જોઈએ. બહિરાત્મા બાહ્ય રીતે ભટકતા – જડ – પુદ્ગલોમાં રાચતા આત્માને અંતરઆત્મા પ્રતિ જોડવો જોઈએ. હે ચેતન ! જિનવાણીનો ઉપદેશ ગ્રહણ કર. તે અનંતાભવ કર્યા છે અને પૌદગલિક સુખમાં રાચ્યો હતો. આ ક્ષણિક સુખની તૃષ્ણાનો ત્યાગ કર. तु એ વિચાર કે તારું અણાહારી પદ છે તે પ્રાપ્ત કર. અવિચળ પદને પામ જન્મ મરણના ફેરા ટાળ - પંચ પરમેષ્ઠિનું ધ્યાન ધર. ગમે તેવી આપત્તિ આવે તો પણ ધર્મનો ત્યાગ કરીશ નહી. જિનાજ્ઞાનું પાલન કરજે. આવા ઉત્તમ વિચારોનું જીવનમાં આલંબન લેજે. ઉપરોક્ત બોધવચનો જૈન દર્શનના કર્મવાદ અને આત્મસ્વરૂપ પ્રાપ્તિને માટે શાસ્ત્રીય માર્ગ દર્શાવે છે.
પત્રને અંતે વિનમ્ર ભાવે લેખક જણાવે છે કે,
‘પ્રભુ મારગથી અણઅપીયોગે લાયું હોય તે મિચ્છામિ દુક્કડમ્'
Jain Education International
૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org