Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 191
________________ શુભ સ્થાને, પૂજ્યારાધ્ય પૂજ્ય જિનમારગ સાચવંતા, પંચાગીએ , પ્રમાણ શ્રદ્ધાનંત યથાર્થ જ્ઞાનની ભાવના અભિલાષી, જિન શાસનના કંઈ રીતે દીપાવનારા ઘણા જીવને હિત થિરતા ઉપજાવનારા, અનેક ઉપમાનોગ્ય શ્રી પાંચ ઠાકરસી મનજી બંદાણી ચરણાનું શ્રી રાધનપુર થકી લષીતંગ વારઈઆ શાન્તિદાસ લાઘા શેઠ ગોડીદાસ કુંવરપાલના પ્રણામ વાંચજ્યો.” * લેખકની રૂપકાત્મક અભિવ્યક્તિ ઉપમાઓ અને વિશેષણોથી પત્ર શૈલી નમૂનેદાર બની છે. આ સંબોધન પછી આત્માને કેન્દ્રમાં રાખીને પત્રમાં ધર્મોપદેશરૂપ વિચારો વ્યક્ત થયા છે. મુખ્ય વિચારો નીચે પ્રમાણે છે. આત્મા જ્ઞાન દર્શન અને ચારિત્ર યુક્ત છે. અનાદિકાળથી અશુદ્ધ આત્મા છે તો તેને શુદ્ધ બનાવવાનો એટલે કે આત્મસ્વરૂપ પામવાનો. મનુષ્ય જન્મમાં પુરૂષાર્થ કરવો જોઈએ. શુદ્ધ ઉપયોગથી આત્મલક્ષી પ્રવૃત્તિ થાય તો સ્વસ્વરૂપ પામી શકાય છે. કર્મ વિપાકથી કોઈ મુક્ત નથી. ત્રણ અનુષ્ઠાન વિષ, ગરલ, અન્યોન્યનો ત્યાગ કરીને અમૃતાનુષ્ઠાન કરવું જોઈએ. કર્મપયડી ગ્રંથનો ઉલ્લેખ કરીને કર્મબંધનની માહિતી આપી છે. (પા. ૩) આ પત્રમાં કર્મવાદના વિચારોનો પારિભાષિક શબ્દોમાં ઉલ્લેખ થયો છે. લેખકની ગદ્યશૈલીની સાથે દુહાનો પ્રયોગ કરીને મધ્યકાલીન પદ્યનો પ્રભાવ દર્શાવે છે. દુહો પંડિત સરસા ગોઠડી, મુઝ મન ષરી સુહાય, ચાલે જે બોલાવતાં માણીક આપી જાય. બલીહારી પંડીત તણી જે સમુષ અમિયઝરંતા, તારુ વચન શ્રવણે સુણતાં, મન રતિ અતિ કરતાં. II૧TI IIII ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202