________________
કર્મશત્રુ નિકંદક ધર્મચક્રી શ્રી ૧૦૦૮ શ્રી સીમંધર સ્વામી ચિરંજીવો લિખિતંગ દક્ષિણાર્થ ભરતક્ષેત્ર મધ્યખંડ જનપદ દેશએ દેહલપુરથી સેવક આજ્ઞાકારી કિંકરાંક કંગાલ દાસાનુદાસ ગુમાસ્તા જીવાની વંદના. ક્રોડાકોડ વાર. આવાં વિશેષણો યુક્ત સંબોધન પછી જીવાત્મા શ્રી સીમંધરસ્વામીને વંદના કરે છે. કવિની અજબગજબની કલ્પના શક્તિનો નમૂનો આ પત્ર શૈલીમાં નિહાળી શકાય છે. જીવાત્માની નમ્રતા અને વિનય પણ જોઈ શકાય છે. દેવાધિદેવ તીર્થકર સામે તો આ જીવાત્મા ગરીબ, સેવક, નોકર જેવો બનીને સ્તુતિ કરે છે. જગ ચિંતામણી અને નમુત્યુર્ણ સૂત્રમાં ભગવાનનાં વિશેષણો જોવા મળે છે. જીવાત્મા મોહનીય કર્મની માયાજાળમાં ફસાયો છે તેનું રૂપકાત્મક વર્ણન કર્યું છે. આ પત્રની શૈલી ઉપમિતિ ભવ પ્રપંચ કથા સાથે સામ્ય ધરાવે છે. આત્માની દયાજનક સ્થિતિ દર્શાવતાં લેખક જણાવે છે કે મસ્તકપુરી ધ્રુજે છે, કર્ણપુરી મે તો કહનોઈ શબ્દ સંભળાતો નથી.
નાસકાપુરી મેં તો વસતા નથી, દંતપુર ભાંજ ઢમઢોર, કીધા છે મુખ સુદા વાદકી દાંતી બંધ થઈ છે. રસનાપુરી તો લડખડે છે, હૃદયપુરી તો વાસા શૂન્ય થઈ છે, હસ્તપુરી તો ધ્રુજે છે, લોચનાપુરી બેહવાલ થઈ છે વગેરે.....
કુકર્મ સંયોગો આત્માની આવી દશા થઈ છે હવે આ કર્મોનો નાશ કરવા માટેની સામગ્રી મળે એવી પ્રભુને વિનંતી કરી છે. તે ગરીબ નિવાજ, અભયપદદાયક, અંકના ભીરુ સેવક, મારા પર સુનજર અનુકંપા કરો.
કર્મશત્રુ સામે યુદ્ધ ખેલવા માટે હે પ્રભુ સમકિત સેનાપતિ, છે ધર્મપ્રધાન, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ચતુરંગી સેના, નિશ્ચય અને સ્થાન વ્યવહારરૂપી નિસાણ (લક્ષ્ય-ધ્યેય) અને ધ્યાન ધ્વજ, વગેરેની જાહ માંગણી કરવામાં આવી છે. વળી સુબુદ્ધિ સુભટ મળે શુભ ધ્યાન,
(૧૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org