________________
સિવાય અન્ય કોઈ સમર્થ નથી. મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધ સ્વામી વિચરી રહ્યા છે તે ભયક્ષેત્રથી અત્યંત દૂર વસેલા હોવાથી પત્રરૂપે વિનંતી કરવામાં આવે છે. આવી પ્રગટ અપ્રગટ રચનાઓનો આ પુસ્તકમાં સમાવેશ થયો છે.
તેવી જ એક કૃતિ શ્રી સીમંધરજન ફરદી છે. ‘ફરદી’ અરબી ફારસી ભાષાનો શબ્દ છે. રાજકીય પરિવર્તનોમાં મુસ્લિમ શાસનકાળ દરમ્યાન અરબી ફારસીના શબ્દો ગુજરાતી ભાષામાં પ્રયોજાતા હતા. તે દૃષ્ટિએ ‘ફરદી' શબ્દ કવિએ વાપર્યો છે. તેનો અર્થ ‘એક’ એટલે કે ‘જોડ’ નો અર્થ બે થાય છે. ‘ફરદી’ નો અર્થ એક થાય છે. એકપત્ર એ અર્થમાં ફરદી શબ્દપ્રયોગ થયો છે. હિન્દી શબ્દ કોશમાં ‘ફરદી’ નો અર્થ સૂચના - માહિતી દર્શાવ્યો છે તે રીતે વિચારતાં વિનંતી કે ભક્તની અરજીનો અર્થ પણ સંભવે છે. સીમંધર જિન ફરદી એટલે વીતરાગ વિવિધ ગુણોનું વર્ણન. આ પત્ર દ્વારા વીતરાગનું સ્વરૂપ જાણવા મળે છે.
પત્રનો આરંભ નીચે પ્રમાણે થયો છે.
સ્વસ્તિ શ્રી મહાવિદેહ પુલાવતી વિજયે પુંડરીકણી નયરી શુભસ્થાને પૂજ્યારાધ્યોત્તમ સકલ ગુણ નિધાન અનેક ઉપમા વિરાજમાન... થી શરૂ થતો પત્ર લેખકની સંધિસમાસયુક્ત શૈલી દ્વારા વિદ્વતાનો પરિચય કરાવે છે. આ પત્ર વાંચતાની સાથે બાણભટ્ટની કાદંબરીની શૈલીનું સ્મરણ થાય છે.
ભગવાનના ૩૪ અતિશય વાણીના ૩૫ ગુણ, ૧૮ દોષ રહિત જિન વાણી, અષ્ટ પ્રાતિહાર્ય યુક્ત, ૧૦૦૮ લક્ષણ, સર્વગુણ સંપન્ન ૬૪ ઈન્દ્રોવડે પૂજિત વગેરે દ્વા૨ા વીતરાગનો મહિમા દર્શાવ્યો છે. પછી વિશેષણયુક્ત નિરૂપણ કરતાં જણાવ્યું છે કે જીવરાજના ગરીબ નિવાજ, જગતજીવના વત્સલ, તરણતારણ, અસરણસરણ, જગતભૂષણ રાજરાજ્યે જિનરાજ સર્વજ્ઞ, સર્વદર્શી, સર્વ જીવ કૃપાલ,
Jain Education International
૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org