Book Title: Jain Patra Sahitya Part 01
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 180
________________ અમદાવાદ આવજો. માગસર સુદ ૧૧ અમદાવાદનો સંઘાત સારો જોઈને લેજો. શ્રીપાલજીનો રાસ પરત (પ્રત) લતા આવજો. બીજું મન માયા આવીને અમારી વંદના કેજો. મુનિ ગુલાબવિજય પાસે દશ વૈકાલિક સૂત્રના બોલાવો છે. તે તમે અમારા સતી માંગજો. આપે તો લઈ આવજો. બીજા કોઈ બાલાવબોધન મુનિ ગુલાબવિજય પાસ પરત હોય તો માંગી લેજો. તમો તેર સરી અમદાવાદ આવજો. દિન પાંચ રહીને જાજો. પણ તરત આવજો. કાર્તિક વદ ૮ દેવ જાત્રા કરતડાં સંભારજો. ગામ તમને સંભારી છે. સબ સંઘને અમારો ધરમલાભ કેજો. કાગલ - ૧, પરત સરૂપચંદ રાયચંદને. પુત્ર - ૧૨ ૫.પૂ.પદ્રવિજયજીનો આ પત્ર સંયમ જીવનના વ્યવહારને અનુલક્ષીને લખાયો છે. પત્ર શૈલી પ્રમાણે સ્વસ્તિથી પત્રનો આરંભ થયો છે. તેમાં ગુરૂને પ્રણામ કરીને પત્ર લેખન થયું છે. પત્રની શૈલી સરળ અને સુગ્રાહ્ય છે. સ્વસ્તિ શ્રી પાર્શ્વ પરમેશ્વર પ્રણમી શ્રીમતી તત્ર શ્રી બજાણા સુથાને પૂજ્યારાધ્ય સકલ પંડિત શિરોમણિ પં. શ્રી પૂજ્ય જશવિજયજી ચાં. શ્રી દસાડા થકીલા. ભાઈ પદ્મવિજયની વંદના ૧૦૮ વાર વાંચ્યો. અત્ર સુખ, તત્રાપ્યસ્તુ અપર તમારો સમાચાર મેલ્યા. દયાશંકરના મુખથી જાણ્યા. પં. અમૃત વિજેના શિષ્ય મુનિ કલ્યાણ ફાગણ વદ ૧૪ આડીસરથી રાતે નીસર્યા ગ ઝડપે નિર્ભયે. પલાંસુએ થઈને શ્રી સિદ્ધાચલ સંઘ ભેગા ગયાં. તેમાં એક ચોલપટો, એક કપડા વરાણ બીજું કેન કાંઈ નથી. તે જાણજો. બાકી એક | મુનિ કૃષ્ણ છે અને પોતાને પણ ડાબું અર્ધ અંગ ઝલાયું છે. જિમણો ૧૬૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202