________________
તું પોતાને પોતાના દ્રવ્યાદિકે સત્ય સ્વરૂપને ધારી પરદ્રવ્યાદિ અસત્ય અને નાસ્તિરૂપમાં લક્ષ દઈશ નહીં. રાગાદિક રહિત સદા શુદ્ધ રહેજે. મિથ્યાત્વાદિ અશુદ્ધતાના અંશ માત્ર પણ આત્મઅંગે લાગવા દઈશ નહીં. તું આકિંચન ભાવે સ્થિર રહેજે એટલે પુદ્ગલ પરમાણુ માત્રનો પણ આસંગો કરીશ નહીં. અઢાર હજાર શીલાંગ રથના વહાણમાં બેસી શુદ્ધ બ્રહ્મનું જહાજ ચલાવજે.
અઢાર હજાર શીલાંગની વિગત - પાંચ સ્થાવર, ચા૨ત્રસ, અને એક અજીવ વદ એ દસને મથવું નહીં. તે દાંત્યાદિ દશધર્મે ગુણતાં એકસો થાય, તે ચા૨ (આહાર, ભય, મૈથુન, પરિગ્રહ) સંજ્ઞાએ ગુણતાં ચારસો થાય, તેને પાંચ ઈંદ્રિયના વિષયોએ ગુણતાં બે હજાર થાય, તેને ત્રણ યોગના પરિણામે ગુણતાં થાય, તેને કરણ કરાવણ અનુમોદન એ ત્રણે ગુણતાં અઢાર હજાર થાય. એ અઢાર હજાર શીલાંગ રથનો ચલાવનાર થજે.
હજાર
દ્રવ્ય ભાવથી સ્વપર જીવનું રક્ષણ કરજે. શુદ્ધ ઉપયોગમાં અપ્રમત્ત ભાવે સ્થિર રહેવું એમાં ભાવ દયા તથા દ્રવ્ય દયાવળી સ્વપર દયા આદિ સર્વે જિનપ્રણીત ધર્મમાં સમાવેશ થાય છે. અને મોહનિય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃતિમાંની એકમાં ૫ વર્તતાં પ્રથમ તો પોતાના જ ભાવ પ્રાણની હાણી થઈ અને પછી સ્વપર દ્રવ્ય ભાવ પ્રાણની હાણીની સંતતી ચાલે માટે પ્રમાદ એ જ હિંસાની જડ છે અને જ્ઞાનાવરણાદિ પ્રકૃતિ, સ્થિતી, અનુભાગ અને પ્રદેશબંધની, જડ પણ એ જ છે. માટે બહુ સાવચેતીથી પરમ પુરૂષાર્થ કે ગફલત ન રાખતાં એ જડને મૂલથી ઉખેડી ફેંકવી. મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ એ સર્વે હિંસાના જ પર્યાય જાણવાં. સ્વપ૨ આત્માને હિતકારી સિવાય અન્ય કશું અલિક બોલીશ નહીં. ચાર પ્રકારનું અદત્ત ત્યજજે. ઉદારિક વૈક્રિય અંગના કામ ભોગની મન વચન કાયાએ અભિલાષા કરીશ નહીં. બીજાને અભિલાષા કરાવીશ નહીં.
Jain Education International
૯૭
For Private & Personal Use Only
www.jainelibrary.org