________________
ગુરૂ આદિશિ આવિઆ રે, થુલિભદ્ર કોશિઆવાશિ, ) સજન પંડિત ઈમભણઈ રે, સહુની ફલ્યો આસ. T૬ll
૫. નેમિ લેખ પ. પૂ. પં. શ્રી દેવસાગરજી લિખિત નેમિલેખમાં રાજુલની વિરહાવસ્થાની વિગતોની સાથે નેમજી પ્રત્યેની સર્વસ્વ સમર્પણશીલ પ્રણયભાવનાનું નિરૂપણ થયું છે. વિરહાવસ્થાનું નિરૂપણમાં કોઈ નવિનતા નથી પણ પરંપરાગત રીતે થયું છે. રાજુલનો નેમજી પ્રત્યેનો અપૂર્વ સ્નેહ અને નવભવની પ્રીતનું સ્મરણ જેવી વિગતોથી રાજુલનું પાત્ર આકર્ષક બન્યું છે. જેમકુંવર રાજુલનો ત્યાગ કરીને ગઢ ગિરનાર ગયા છે તે પ્રસંગના અનુસંધાનમાં પત્રનું સર્જન થયું છે. મધુર પદાવલીઓ દ્વારા પત્રમાં કવિતા કલાનું દર્શન થાય છે. ઉદા. જોઈએ તો એક તું તન, તું ધન, તું મન માહરી, તું મુજ પ્રાણ આધાર, (સા) તું ગતિ, તું મતિ, તું વાલહઉ તું મુઝ હિયડાઉ હાર. ૧૬// એક થોડે અક્ષરથી અવધારજો, મુઝ જીવન તુઝ પાસિ (સા) નેહ ધરી નિજ દોસી લેખવી આવી પૂર ઉરે આશ. II૧૭ના
લેખ લખ્યાનો તથા રચના સમયનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે, મહાસુદિ સાતમને દિન ઈતિ મંગલ, લેખ લખવઉ, લખ બોલ (સા), જશ સોમ કવિ સીસ સાહિબ પ્રતિ રાજુલ મનિ રંગરોલ. //ર૦)
નેમ-રાજુલ વિષયક પત્રો દ્વારા બાવીસમા તીર્થંકર નેમનાથ પ્રત્યેની ભક્તિ ભાવના પ્રગટ થઈ છે. મધ્યકાલીન પત્રોમાં ) નમૂનારૂપ ગણી શકાય તેવો આ પત્રમાં કાવ્યત્વના અંશો પણ હતા નોંધપાત્ર બન્યા છે.
૧૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org