________________
જણાવીને ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ એટલે કે સંભૂતિમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી.
યૂલિભદ્ર પુનઃ આવશે એવી અનેરી આશાથી કોશા એમના - આગમનની કાગડોળે રાહ જોતી વિરહાવસ્થામાં ઝૂરતી કાળનિર્ગમન કરતી હતી. તે દરમ્યાન કોશાના ચિત્તની અવસ્થાને કવિ સજ્જન પંડિતે સ્થૂલિભદ્ર કોશા કાગલની રચનામાં નિરૂપણ કર્યું છે. પ્રેમિકાની મન:સ્થિતિનો અન્ય કવિઓએ ઉલ્લેખ કર્યો છે તેવો જ અહીં સંદર્ભ પ્રાપ્ત થાય છે. પણ મધ્યકાલીન લેખ-કાગલ સ્વરૂપનો આ પત્ર ભાષા અને કાવ્યત્વની દષ્ટિએ મહત્વનો છે. સંસ્કૃત નાટકોમાં મધુરેણ સમાપયેતના ન્યાય સમાન અહીં કવિએ સ્થૂલિભદ્રના આગમનનો ઉલ્લેખ કરીને કોશાની મનોકામના પૂર્ણ થઈ છે એમ જણાવ્યું છે.
સ્થૂલિભદ્ર મુનિ ગુરૂ આજ્ઞાથી ચાતુર્માસ માટે કોશાને ત્યાં પધાર્યા પણ પોતે શીયળવ્રત અને ચારિત્રની આરાધનામાં પ્રતિદિન વૃદ્ધિ પામતા ચાતુર્માસ પૂર્ણ કરે છે એટલે મોહરાજાની રાજધાનીમાં ફસાયા વગર આત્માના અખંડ અવિચળ અજરામર પદને અનુરૂપ આરાધનામાં જ ઓતપ્રોત થઈ ગયા હતા એ જ એમના જીવનની અનુકરણીય અને અનુમોદનીય પ્રવૃત્તિ છે.
સામાન્ય રીતે પત્ર ગદ્યમાં હોય છે પણ મધ્યકાલીન પત્રો કાવ્યમાં પ્રાપ્ત થાય છે. અહીં કવિએ “કાગલ’ અને ‘લેખ” બંને શબ્દ પ્રયોગો કર્યા છે.
શ્રી યૂલિભદ્ર યોગ્ય કાગલ રે, ધરયો હિયડા મઝારી પ્રેમ લેષ વહેલું મોકલી રે, અન્ડનઈ કરવું આનંદ.'
અહીં ‘લેષ” એટલે લેખ છે. “ખ” ને બદલે “ષ” નો પ્રયોગ મધ્યકાલીન ગુજરાતીમાં થાય છે.
આરંભમાં જ શુભ વચનરૂપ જણાવ્યું છે કે, જી “સ્વસ્તિી કોશા વિનવઈ રે, વલ્લભપ્રાણાધાર'
૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org