________________
છે. કવિઓ વિવિધ કલ્પનાઓ કરીને સીતાના વ્યક્તિત્વનો પરિચય કરાવ્યો છે. સીતા-ચંદ્રવદની, કોમલ કાંતિ, કોકિલ કંઠી, પટરાણી, ચકોરનયન વગેરે તારામાં ઘણાં ગુણો છે પણ એક અવગુણ એવો છે કે તે મારું ચિત્ત ચોરી લીધું છે.
મધ્યકાલીન લેખમાં ‘લેખ’ શબ્દ પ્રયોગ પણ નોંધપાત્ર છે. કવિના શબ્દો છે
એહમેં લેખ લિખ્યો સહી રે, સુગુણ સ્નેહ નેહા વાંચજ્યો. પ્રીતિ લેખ વાંચે પૂરવ પ્રીત વિસારીને મત દેખાડો છેહ.
પ્રેમીઓને પોતાની પ્રેમિકા એટલી બધી વ્હાલી હોય છે કે અન્ય પાત્રો કોઈ ગણતરીમાં લેવાતાં નથી. આવા સમર્પણશીલ પ્રેમમાં મસ્ત બનીને પ્રેમીપ્રેમિકાને પત્રમાં જણાવે છે કે ગોરી તું છે ગુણ ઘણા રે, સાગર તણા તો લાઈ એકએકથી અતિ ઘણા રે, લેખતાં તે ન લખાય.
હે સીતા! તું ચંપાના ફૂલ સમાન અમૂલ્ય છે. તારા દર્શન ક૨વા માટે મારું મન તડપે છે. ત્રિભુવનમાં તારા સમાન અન્ય કોઈ નારી નથી.
તું સતી હેમરી સરખી રે, બીજો તો સવિ છાશિયા, મનડું તડપે મિલવા ભણી, લોચન કરે રૂહાડી મોરા લાલ. રામચંદ્રજીના હૈયાની અંગત વાતને પ્રગટ કરતાં કવિ જણાવે
છે કે
અંતરંગ સુખદુઃખની વાતો કરી ગલી લાગી રહી.
કમળપત્રમાં બીડાયેલો ભ્રમરો દુ:ખી થતો નથી તેવી રીતે નારી કમળમાં બીડાયેલો હું દુઃખી નથી. દીપક અને પતંગ સમાન મારો પ્રેમ છે. એક રાગી અને રોગીની પીડા તો સ્વયંને જ ખબ૨ પડે અન્યને નહીં.
Jain Education International
૧૫૦
For Private & Personal Use Only
www.jainelibrary.org