________________
ચૂકીશ નહીં. હે મિત્ર ! તું સકલ જીવનો ક્ષેમંક૨ થા, કે તને સંસારમાં પણ અશાતા થવાનો સંભવ રહેશે નહીં. માટે હિંસા, મૃષા, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહને વશે આપણે સ્વપર આત્માને અહિતકારી થવું નહીં.
ચેતનાની ચાર દશા કહી છે - મહાશયન (૧) શયન (૨) જાગૃત (૩) અને તુરિય (૪) એ ચારમાં તાહારે મિથ્યાત્વ અવસ્થામાં આનાદિની મહાશયન દશા હતી તે તો ગઈ. પણ જાગતાં આલસુની પેઠે પડી રહેવા જેવી શયન દશા છે, તેને છોડી પ્રમાદ તજી અપ્રમત્ત ભાવે સચેત થા. જાગૃત દશા પામી મોહ શત્રુને હણવા સાવધાન છે. તાહારી સત્તાભૂમિમાં તો તેનું જોર નથી. આપણે તેના વર્ણાદિક અનેક પર્યાયમાંથી કોઈ પણ પર્યાયમાં સુખ જાણી કાર્ય માની તેમાંહિ ચિત્ત પ્રવેશ કરી વ્યાપીએ તો ત્યાં સમકાઈ જઈએ. પછી ઘૂંટવું મુશ્કેલ પડે, જેમ કોલ્ફ યંત્રમાં (શેલડી પીલવાના યંત્રમાં) આગલી આવ્યા પછી આખા અંગનો નાશ થવાનો સંભવ રહે છે માટે મોટના નાનામાં નાના ભાવમાં પણ સુખની આશાએ ચૂકવું નહીં. મોહ બહુ રૂપે આપણને ઠગે છે માટે ઘણા જીવોની તથા આપણી પૂર્વની અવસ્થા જોઈ સાવચેત રહેવું. તે અઠ્ઠાવીશ પ્રકૃતિ રૂપે – સુખ દુઃખ આલસ, વિકથા, લોકલાજ, ઋદ્ધિ, સિદ્ધિ મંત્ર, યંત્ર, કલા, ચતુરાઈ, હસવા, રોવા રૂપ હાવભાવના ચાળા જણાવી આપણને ચુકાવે છે માટે કર્મચેતના, કર્મફલચેતનારૂપે ન થતાં નિજ જ્ઞાનચેતના રૂપે અકંપ રહેજે. આત્મા આત્માઅધિકારમાં રહે તેને અધ્યાત્મ કહીએ. માટે શુદ્ધાત્મ અધિકાર સંભાળી આપણો અધિકારી ચુકીશ નહીં. શુદ્ધ પ૨માત્મભાવમાંહે મગ્ન રહેજે.
હે ભવ્ય ! તું એ જડ પદાર્થથી ભૂલી ચેતન મિત્ર સાથે વિરુદ્ધ થઈશ નહીં. હે આર્ય ! તું પોતાના વિવેક પુત્રને ડ૨ રાખીશ નહીં તે તને બિલકુલ ઠગાવા દેશે નહીં. હે બંધુ ! તું અધ્યાત્મ સાધકોનો સંગ છોડીશ નહીં.
Jain Education International
૧૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org