________________
A આવે તેની સાવચેતી રાખજો. પ્રેમપત્ર અંગત ખાનગી હોવાથી તે
અન્ય કોઈને ખબર ન પડે એવી પત્રની દુનિયાની પ્રણાલિકાનો અહીં સંદર્ભ જોવા મળે છે.
વિરહાવસ્થાના કારણરૂપે કવિ અશુભ કર્મનો ઉદય જણાવે છે. તેના દ્વારા જૈન ધર્મના કર્મવાદનો સિદ્ધાંત પ્રગટ થયો છે. વિરહાવસ્થામાં શારીરિક પરિવર્તન દ્વારા સંચારી ભાવોનો ઉલ્લેખ થયો છે જે રસશાસ્ત્રની દૃષ્ટિએ કાવ્યમાં કલાત્મક અને રસિક બને છે. કવિના શબ્દો છે વસ્યો વન પ્રીયુ ઘર નહીં વરેહ ઉમ યૌ માર, ધ્રુજે દેહડી સુનહી ખાટ રે સખી ઘર યૌ નિજ. _TITI
મારી સખીઓ સ્વામી સાથે ક્રીડા કરે છે જ્યારે હું એકલી દુર્ભાગ્યવશ રહું છું. હવે ઘરભણી આવવા માટે તૈયાર થાઓ. એક ક્ષણ પણ વીતાવવી અત્યંત કઠિન બની છે. માટે તે સ્વામી અતિઝડપથી ઘેર પધારો. અને છેવટે નાયિકા જણાવે છે કે “થોડે લખે ઘણું પ્રીછજો રે અંતર તુષટા દેપુસુ
પત્રલેખનમાં આવો ઉલ્લેખ અન્યત્ર પણ થયેલો છે. થોડામાં ઘણું જાણજો. એવો સંદર્ભ એ પત્રશૈલીની આગવી વિશિષ્ટતા છે. વિરહની પીડા રાતદિવસ સતત સતાવે છે, રાત્રે નિંદ પણ આવતી નથી, મન અસ્થિર બની જાય છે, અન્ન પણ ભાવતું નથી. “અન્ન ન ભાવે ભાવશું ભાવશું શબ્દપ્રયોગ વિરહાવસ્થામાં રહેલા સ્નેહનું સૂચન કરે છે. પત્રના અંતે નાયિકા પ્રીતમને જણાવે છે કે તેન કારણ લેખ વાંચીને રે પૂરજો ઘણી રે આસ સ્ એ કાગદ ચતુરાઈ તણી રે અમે મલ્યો તુમ પાસરૃ. તે વાંચી વલતે લખો તો છે સાસી વાસસુ.
અહીં પત્રનું વ્યવહારલક્ષી નિરૂપણ પૂર્ણ થાય છે. ત્યારપછી
૧૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org