________________
વિરહિણી લેખ આવી અવનવી કલ્પનાઓ દ્વારા અત્યંત તે રસિક બન્યો છે.
વિરહાવસ્થાનું દુઃખ સહન થતું નથી અને જીવ આકુળ- 2 વ્યાકુળ થઈ ગયો છે. વળી નાયિકાને શ્રદ્ધા છે કે પત્ર મળશે એટલે ) સ્વામી તુરત જ શીધ્ર ગતિએ આવશે. નાયિકાની આ વિદ્વળ અવસ્થાથી લોકો હસે છે માટે વિલંબ કર્યા વગર પધારો. જોબન લહેરાય છે તે કોયલ અને આમ્રવૃક્ષની પ્રીત જ જાણે છે.
પત્ર લખવા માટે સંસ્કૃત સુભાષિતનો વિચારોનો આશ્રય લીધો છે. અસતિ ગિરિ સમ સ્યાત્ જલમ સિધુ પાત્રમ્ સુરતસવર શાખા લખની પત્ર મુવી લિખતિય યદિ ગૃહીત્વા શારદા સર્વ કાલ તદપિ તવ ગુણાનાં મીસ પારં ન યાતિ
TI૧TI ગયણ ગણ કાગલ કરું લેખની કરું વનરાય સાત સમુદ્ર કાનસ કરું તોહી તુમ ગુણ લિખયા ન જાય. Tીરા
હે સ્વામી! તમારા અનંતગુણ છે તેનું વારંવાર સ્મરણ કરું છું. પત્રમાં કેટલા લખું?
અહીં લેખનો બીજો વિભાગ પૂર્ણ થાય છે તેનો ઉલ્લેખ કવિના શબ્દોમાં જોઈએ તો
સંવત ૧૭૩૨ સમે આસો માસ મઝાર ૩ સુદ ૧ર ઉજલીવાર શુક્ર સુવિચાર સાલો ઈતિ શ્રી લેખ સંપૂર્ણ.
વિરહિણી લેખ અજ્ઞાત કવિનો છે. સંવત ૧૭૩૨માં લખાયેલ લેખ વિરહાવસ્થાનું હૃદયસ્પર્શી નિરૂપણ કરીને અંતે પ્રભુ વિરહની ઉત્તમોત્તમ ભાવના વ્યક્ત થઈ છે. અંતે શબ્દો છે ઈતિ શ્રી લેખ સંપૂર્ણ. એટલે અહીં વિરહિણી લેખ પૂર્ણ થાય છે.
(૧૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org