________________
૧. વિજયસેનસૂરિ લેખ કવિ પરિચય
શાસનપ્રભાવક પૂ. આ. શ્રી વિજયસેનસૂરિજી
જિન શાસનના પ્રભાવક આચાર્યોની હારમાળામાં પ્રથમ પંક્તિના પ્રભાવક આચાર્ય તરીકે સ્થાન ધરાવતા પૂ. આ. વિજયસેનસૂરિના લેખના સંદર્ભમાં પૂ. શ્રીના સંક્ષિપ્ત પરિચય અત્રે આપવામાં આવ્યો છે.
પિતા કર્મા શાહ અને માતા કોડિમ દેવીના પનોતા પુત્ર જયસિંહનો જન્મ સં. ૧૬૦૪ના ફાગણ સુદ ૧૫ના રોજ ઓશવાળ પરિવારમાં મારવાડના મેવાડ વિભાગના નાડુલાઈ ગામમાં થયો હતો. પિતાશ્રી કર્માશાહે પૂ. દાનસૂરિ પાસે ખંભાતમાં સંવત ૧૯૧૧ના દીક્ષા અંગીકાર કરીને જગદ્ગુરૂ આ. હીરસૂરિના શિષ્ય કમલવિજય તરીકે મોક્ષ પંથના સાધક બન્યા. મારવાડના પાલી નગરના સંઘપતિ અને ભાઈ જયતાને ત્યાં કોડિમદેવી અને પુત્ર રહેવા ગયા.
આ હીરસૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામીને માતા અને પુત્ર જયસિંહે ભાઈની આજ્ઞા માંગીને દીક્ષા ભટ્ટારક આ. વિજયદાનસૂરિ પાસે સુરત શહેરમાં સં. ૧૬૧૩માં જેઠ સુદ ૧૧ના રોજ દીક્ષા અંગીકાર કરી. માતા કલ્યાણશ્રીજી થયાં અને પુત્ર જયવિમલવિજય નામથી રત્નત્રયીના આરાધક થયા.
આ. હીરસૂરિ ગુરૂ સાથે રહીને આગમ, ન્યાય, જેનેત્ત૨ ન્યાય, કાવ્ય, કોશ, છંદ વગેરેનો અભ્યાસ કરીને પ્રકાંડ પંડિત થયા અને અકબર બાદશાહ તથા અન્ય દિગંબર પંડિત, ખરતર ગચ્છની સાથે વાદ કરીને વિજય મેળવી જૈન શાસનની પ્રભાવના કરી હતી. પૂ. શ્રીને અમદાવાદના અહમદપુરા જૈન ઉપાશ્રયમાં
Jain Education International
૧૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org