________________
તુષ્ઠ ગુણ પામીઈજી મુજ મુખિ રસના એક ) કાગલ મિસિ તેટલાજી કિમ લિખિ તુમ્હ લેખ જેસંગજી. ||૧૬II
સાધુ તો જંગમ તીર્થ સમાન છે. શત્રુંજય સ્થાવર તીર્થ છે. છે આ લેખ અંત ભાગમાં ગુરૂપરંપરાનો અને રચના સમયનો ઉલ્લેખ ) થયો છે.
આ. વિજયસેનસૂરિના ચાતુર્માસનો પરિચય કરાવતો લેખ એમના સંયમ જીવનનો પ્રભાવ દર્શાવે છે. ભાષા વિકાસની દૃષ્ટિએ આ લેખ અભ્યાસપૂર્ણ સામગ્રી પૂરી પાડે છે. વિવિધ ઉપમાઓ અને દૃષ્ટાંતોની સાથે પ્રાસયુક્ત (વર્ણાનુપ્રાસ) વાળી લલિત મંજુલ પદાવલીઓ કાવ્યકલાના નમૂનારૂપ છે.
આ લેખમાં કાવ્યની દૃષ્ટિએ આ. શ્રીની સૂરિમંત્રની આરાધનાનો પ્રભાવ, ચાતુર્માસની આરાધના અને ખંભાત નગરનું વર્ણન ચિત્રાત્મક શૈલીમાં થયું છે એટલે સમગ્ર લેખ વસ્તુ અને શૈલીની દષ્ટિએ આસ્વાદ્ય બને છે. પ્રસંગ વર્ણનના લેખ તરીકે આ પ્રથમ રચના છે. તો લેખ પ્રકારની કૃતિઓમાં પણ ઐતિહાસિક રીતે અભ્યાસ કરતાં પ્રથમ કૃતિ ગણાય છે.
સત્તરમી સદીની આ રચના લેખ પ્રકારના પ્રારંભના નમૂનારૂપ છે ત્યારપછીની કૃતિઓ વિષય અને શૈલીની રીતે જુદી પડે છે છતાં મધ્યકાલીન કાવ્યનાં લક્ષણોથી રચાયેલી છે. એટલે દુહા, ઢાળ-દેશીના પ્રયોગથી વસ્તુ વિશ્લેષણ થયેલ છે અને કાવ્યને અનુરૂપ ગેયતાનું તત્ત્વ નિહાળી શકાય છે.
૧. લાડુર- રાજસ્થાનના જાલોર જિલ્લાનું ગામ, ૨. ઈન્દ્ર, ૩. ઘડાની ઉપરનો ગોળાકાર ભાગ, ૪. સંપત્તિ, ૫. વંદનનો પ્રકાર, ૬. પણ, ૭. વેપારી, ૮. કરિયાણું, ૯. કેરડો, ૧૦. ધન્ય.
૧૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org