________________
સં. ૧૬૨૮માં આચાર્ય પદવીથી અલંકૃત કરવામાં આવ્યા હતા.
પૂ. જયવિમલવિજયજી આચાર્ય થયા ત્યારે એમનું શુભ નામ વિજયસેનસૂરિ આપવામાં આવ્યું હતું. પૂ. આ. શ્રીએ ૧૬૩૨માં સુરતના ચાતુર્માસ દરમ્યાન દિગંબર ભટ્ટારક વાદીને મોટી સભામાં વાદ કરીને હરાવ્યા હતા. સંવત ૧૬૪૨માં પાટણમાં ખરતરગચ્છવાળા મુનિ સાથે મહો. ધર્મસાગરગણિના પ્રવચન પરીક્ષા ગ્રંથનો શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ્યો હતો. તે પ્રસંગથી પૂ. આ. વિજયસેનસૂરિના શાસ્ત્રજ્ઞાનની સાથે ન્યાય અને તર્કશક્તિની ઊંચી પ્રતિભાનો પરિચય થાય છે.
અકબર બાદશાહ દિનપ્રતિદિન જૈન ધર્મ પ્રત્યે શુભભાવના ધરાવતા હતા અને તે ભાવના વધતી જતી જોઈને નગરજનો ઉમરાવો અને પંડિતાએ રાજાને કહ્યું કે જૈન ધર્મવાળા ઈશ્વરને માનતા નથી, સૂર્યને માનતા નથી, ગાયને પૂજતા નથી અને ગંગાને પવિત્ર માનતા નથી. આ પ્રશ્નોના રાજદરબારમાં ઉત્તરો આપીને સભાજનો અને પંડિતવૃંદને મંત્રમુગ્ધ કરી વિજય મેળવ્યો. અકબર બાદશાહે ‘સવાઈહીર’ નું ગૌરવવંતુ બિરૂદ અર્પણ કર્યું હતું.
પૂ. શ્રીના ગુરૂદેવ આ. હીરસૂરિ ઉનામાં ચાતુર્માસ હતા ત્યારે સ્વાસ્થ્ય બગડ્યું અને શુભ ધ્યાનમાં નિમગ્ન બની સં. ૧૬૫૨ના ભાદરવા સુદ ૧૧ને દિવસે કાળધર્મ પામ્યા હતા અને પૂ. વિજયસેનસૂરિ ગચ્છનાયક બન્યા હતા. જૈન ગ્રંથકારો અને ગચ્છનાયક પૂ. હીરસૂરિને સુધર્માસ્વામી અને પૂ. વિજયસેનસૂરિને જંબુસ્વામીની ઉપમા આપીને ઓળખાણ કરાવે છે. પૂ. શ્રીએ સં. ૧૬૫૬માં લાડોલ નગરમાં પં. વિદ્યાવિજયજી ગણિને ઉપાધ્યાય પદવી આપી હતી. પ્રતિષ્ઠા - અંજનશલાકા, છ'રી પાલિત સંઘ તીર્થોદ્ધાર અને ગુજરાત, મારવાડ, સૌરાષ્ટ્ર, પંજાબ, દિલ્હી આદિ સ્થળોએ વિહાર અને ચાતુર્માસ કરીને જિનશાસનની પ્રભાવના
Jain Education International
૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org