________________
શુભાશુભમાં સમભાવ (૨) ઇંદ્રિય વિષયને બહુ દુઃખનું કારણ જાણી તેથી વિરક્ત રહેવું (૩) છકાયના પ્રાણી ઉ૫૨ દ્રવ્યભાવથી અનુકંપા (૪) નવે તત્ત્વના ભાવ સિદ્ધાંતમાં પ્રરૂપ્યા છે તે ઉપર આસ્તિક્યતા (૫).
છ યતના ઃ પરતીર્થોનું તથા ૫૨દેવો વડે ગ્રહાયેલા ચૈત્યાદિકમાં વંદન ક૨વું નહીં. એટલે હાથ ન જોડવા. (૧) મસ્તકાદિક અંગ નહીં નમાવવાં. (૨) તેના નિમિત્તે કદી કંઈ આપવું નહીં. (૩) કુપાત્રને પાત્ર બુદ્ધિએ વારંવાર ન આપવું. (૪) પાસત્યાદિક સાથે વિના બોલાવે એકવાર પણ ન બોલવું. (૫) તેઓએ બોલાવ્યા છતાં વારંવાર ન બોલવું. (૬)
છ આગાર ઃ છ કારણે છુટ-રાજાને વશે કંઈ અનાચાર કરવો પડે તે (૧) ઘણા લોકોને વશે કી કરવું પડે તે (૨) વ્યંતરાદિક દેવોના વશે કંઈ કરવું પડે તે (૩) માતા પિતા ગુરૂના કારણથી કંઈ કરવું પડે તે (૪) દુર્લભ આજીવિકાર્થે કંઈ કરવું પડે તે (૫) બલવંતના બલાત્કારે કંઈ કરવું પડે તે (૬) એ છ બાબતમાં શુદ્ધાત્મ ધર્મથી ન ચલતાં બાહ્ય ક્રિયા પ્રવૃત્તિ માટે આગાર છે.
છ ભાવના : આ પ્રમાણે ભાવવી - શ્રેષ્ઠ અને રસવાલા સમકિતરૂપ મૂલ વિના ચારિત્ર વૃક્ષ શિવ ફલ આપતું નથી. (૧) સમકીત એ ધર્મપુરીનું બારણું છે તે વિના સ્વભાવ ધર્મરૂપી નગરીમાં પ્રવેશ થતો નથી. (૨) સમકિત એ મોક્ષ મહેલનો દ્રઢ પાયો છે માટે સમકિત રૂપ પાયો દ્રઢ હોય તો ધર્મરૂપી મહેલ ડગે નહીં. (૩) સમકિત એ મૂલ ગુણ તથા ઉત્તરગુણ રૂપ રત્નોને રાખવાનો અટ્ટુટ ભંડાર છે. તે વિના તે રત્નો છુટાં રહે નહીં, એ ભંડાર દ્રઢ હોય તો મિથ્યાત્વાદિ ચોરોનું જોર ચાલે નહીં. (૪) સર્વે શુદ્ધ ગુણોનો આધાર સમકિત છે. સમ્યક્તના આધારે સમભાવ રહે અને દમ એટલે ઇંદ્રિયન વિષયથી પણ નિવૃત્તિ રહે એટલે પૃથ્વી જેમ સર્વે
Jain Education International
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org