________________
અંગ અને પરતંત્રમાં રતિ શાની? એમ રતિને જીતજે. આપણું કે, આત્મિક અંગ અને ધન અખંડ અબાધિત છે, તો અરતિ શાની? ( એમ અરતિ જીતજે. આપણું આત્મિક અંગ તથા ધન અખૂટ અટૂટ અભંગ છે તો ભય શાનો? એમ ભયને જીતજે. આપણે અનંતકાલ છે સંસારમાં ભટક્યા તો પણ આપણું સર્વસ્વ કાયમ છે તો શોક શાનો? એમ શોકને જીતજે. આપણી જ્ઞાયકતામાં શુભાશુભ અનંત શેય ભાસિ રહ્યા છે તો અમનોઈ શબ્દાદિની દુર્ગછા શેની? તે અશુભ વર્ણાદિ આત્મ અંગને સ્પર્શી શકતા નથી. આપણો સહજાનંદ વિલાસ નિજ અનુભવમાંડે છે તો અન્ય સ્પર્શાદિમાં કામના શાની? કામવિકાર ઉદારિકાદિ શરીરોમાં છે, આત્મ અંગ સદા કામ રહિત છે એમ શુદ્ધ સત્તા રમણ કરી આગળ દશમા ગુણસ્થાને સૂક્ષ્મ લોભના અસંખ્ય ખંડ ખંડ કરી મોહને હણી સંવર રસે નિજ અંગ પ્રક્ષાલી પવિત્ર થઈ શુક્લધ્યાન કરજે. પૃથકત્વ વિતર્ક સ્વપર વિચાર, અને એકત્વ વિતર્ક ઉપર વિચાર કરી જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયનો નાશ કરી અનંત કેવલજ્ઞાન દર્શન અચલ વીર્ય જલહલ
જ્યોતિ જગાવી અનંત ચતુષ્ટ ભોગી થજે. પછી મારે કંઈ કહેવાનું નથી. એમ જ્ઞાન દર્શન ચારિત્ર નિરાબાધ કરી નિર્મલતા અને એકતા કરવી, એક તીર્થકરોએ મોક્ષનો માર્ગ કહ્યો છે. પણ પ્રથમ મિથ્યાત્વ તણાવ પૂરું જોર કરવું. અહિંયાં મિથ્યાત્વનો અંશ માત્ર ટકવા દેવો નહીં. સત્તાથી ઉખેડી ફેંકી શુદ્ધ દાયક સમ્યક્ત કરવું, એટલે વિરતી સહેજે આવશે અને પડવાનો ડર રહેશે નહીં. પછી સ્વભાવચરણે રમણ કરી, સત્તામાં રહેલા હાસ્યાદિને દીપાવી, દસમે ગુણસ્થાને સકલ મોહનો ક્ષય કરી, યથાખ્યાત ચારિત્રે રત્નત્રયની એકતા કરી અનંત ચતુષ્ટય પ્રગટ કરજે. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનો સંગી > નથી. માટે પારકી શા છોડી ક્ષણ માત્ર પણ પ્રમાદ કરીશ નહીં. સી
દ્રવ્યના ગુણ પર્યાય, ક્ષેત્ર, કાલ, ભાવ, અસ્તિત્વ, વસ્તૃત્વ, દિવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, સત્વ જે જેના હોય તે તેનામાં
૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org