________________
અભિલાષીને ભલા જાણીશ નહીં. પરિગ્રહની મૂછ રાખીશ નહીં. અઢાર પાપ સ્થાનને તજજે એટલે તને કોઈ પરિસહ આવશે નહીં.
તે અઢાર પાપસ્થાનનાં નામ પ્રાણાતિપાત (૧) મૃષાવાદ (૨) અદત્તાદાન (૩) મૈથુન (૪) પરિગ્રહ (૫) ક્રોધ (૬) માન (૭) માયા (૮) લોભ (૯) રાગ (૧૦) દ્વેષ (૧૧) કલહ (૧૨) જૂઠું આળ (૧૩) પૈશુન્ય (ચામડી) (૧૪) રતિ અરતિ (૧૫) પર અપવાદ (૧૬) કપટ સહિત મૃષાવાદ (૧૭) મિથ્યાત્વ શલ્ય (૧૮) એ અઢાર પાપસ્થાનને મૂલથી છોડજે. જગતમાં જે ભારે દુ:ખો તથા ભયંકર ગતિનું થાય છે તેનું કારણ અઢાર પાપસ્થાન સિવાય બીજું કાંઈ નથી. માટે પાપસ્થાન નહિ સેવ્યું હોય તો, ઉપસર્ગ અથવા પરિસહ આવશે જ ક્યાંથી? માટે મૂલથી પાપસ્થાનને છોડી પછી અપ્રમત્ત ગુણસ્થાન પામી સ્થૂલ કષાયનો અંત આણજે, નીચે પ્રમાણે :
નિંદા વિકથા વિષય જન્મદાદિ છોડી સાવધાન થઈ અપ્રમત્ત ગજ ઉપર વાર ભાવનારૂપ અંબાડી સ્થાપી જ્ઞાન ખગ હાથમાં લઈ બેસજે અને આગળ સત્તાભૂમિ સાધવા માટે શત્રુની ફોજને જીત જે. તું અખંડ, અવિનાશી, અભંગ અંગવાળો તથા અટુટ રિદ્ધિવંત છે, તો તારો શત્રુ કોણ છે? તને કોણ હરકત કરનાર છે કે જેના ઉપર તું ક્રોધ કરે? એમ ક્રોધને જીતજે. સર્વે જીવ કેવલજ્ઞાનાદિ રિદ્ધિ સત્તા સહિત છે, તો માન કોનાથી? કોઈ તારું સુખ અને ધન લઈ શકે અથવા પારકું તને મળી શકે તેમ નથી, તો કપટ કોનાથી? એમ માયાને જીતજે. તાહરા સત્તા ભંડારમાં જ્ઞાનાદિ અનંત રત્નો અને તે ગુણોના પર્યાય રૂપ અનંત મણિ
ભરેલાં છે, તેમાં કાંઈ બીજું સમાય તેમ નથી, તો નિર્જીવ પદાર્થનો IS લોભ કેમ કરીએ? એમ લોભ સુભટનો જય કરજે. કર્મવશે આપણે
અનંતવાર હાંસીને પામ્યા તો શો અચંબો છે? પારકી હાંસી શી બાબત કરીયે? એમ હાંસી પરિણામને જીતજે. અસ્થિર પૌદગલિક
૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org