________________
જ મુશ્કેલ છે.
પ્રથમ દેશવિરતિ સ્ત્રીથી સગપણ ક૨, એટલે તેજ પોતાની મોટી બેન સંયમ સ્ત્રીને મેળવી આપશે. પછી પોતાનું રાજ્ય લેવા ક્ષમા ખડ્ગ કરમાં ધરી ક્રોધને મા૨ અને અનંત જીવોનો ક્ષેમંકર થા.
તારા આત્મ અંગનું તથા જ્ઞાનાદિ ધનનું સદા રખોપું કરજે. માહ એતા ભાવ પ્રકાશી છએ કાયનું દ્રવ્યભાવે રક્ષણ કરજે, કરાવજે રક્ષણ કર્તાને અનુમતિ આપજે.
વલી માર્દવ પરિણામે કરી, અને વિનયરૂપ વજદંડે માનના આવે પર્વતોને તોય. અને ધર્મચાર્ય તથા અરિહંતાદિ તથા આત્મગુમ સેવતા, સેવરાવતાનો વિનય કર, કોઈ જીવને પણ અવગણીશ નહીં. એટલે તું અનંત સન્માન પાત્ર થઈશ.
વળી આર્જવ રૂપ અસિધારાએ માયાવેલીને છેદી મૂલથી ઉખેડી નાંખ વળી તું સહજાનંદ કામી થઈ પ૨દ્રવ્ય પ૨માણું માત્રની કામના મૂર્છા કે ઈચ્છા રાખીશ નહીં. તેથી તું ચોદ રજ્જુ પ્રમાણે લોભ સાગરને સહજે તરીશ એટલે તૃષ્ણા નાગણી અને દીનતા વીંછુ તને સ્પર્શ કરી શકશે નહીં, દૂરથી જ મૂર્છિત થઈ જશે.
તું પોતાના સહજ ચેતના વિલાસ અવ્યાબાધ ભોગને ભોગવ, એટલે તને પંચેન્દ્રિયના ભોગની ઈચ્છા વિના પરમ તૃપ્તિ રહેશે. તું પંચેન્દ્રિયના વિષય તથા પંચ અવ્રત, ચાર કષાય, મન વચન ક્યાના જોગ પ્રવૃત્તિની ચલાચલ છોડી નિર્મલ ચેતનામાં ઉપયોગ સ્થિર સ્થાપી અચલ અકંપ રહેજે. એટલે સંયમ પરમ પવિત્ર સ્થિર રહેશે. સરત રાખવી કે તાહારા ઉપયોગને કોણ ચલાવે છે? જાગૃત થઈ સામે સચેત રહેવાથી કોઈ ઉપયોગ ચલાવી શકશે નહીં. જો ઉપયોગ ચલવાનું કારણ જણાય તો તેને ભેદજ્ઞાનની ધારાએ તુરત નાશ કરશે.
Jain Education International
૯૬
For Private & Personal Use Only
www.jainelibrary.org