________________
આપી છે. ઉદાહરણ જોઈએ તો :
જૈન દર્શના વિચારોને પત્ર દ્વારા સમજાવવાની એમની કલ્યાણકારી દૃષ્ટિ ભવ્યાત્માઓને સત્ય સમજાવીને શ્રદ્ધાનું બળ આપે છે.
બીજા પત્રમાં અહિંસા વિશેના વિચારો છે.
સ્વસ્તિ શ્રી આદિજિન પ્રણમ્ય. અહમ્મદાવાદથી પં. દેવચંદ્ર લિખિતં. શ્રી સુરિત બંદરે જિનાગમતત્ત્વરસિક સુશ્રાવિકા જાનકીબાઈ, હ૨૫બાઈ, પ્રમુખ ધર્મસ્વરૂપ રૂચિ આત્મા યોગ્ય ધર્મલાભ વાંચશોજી. આ સંબોધન પછી અહિંસાના સ્વરૂપ વિશે વિચારો દર્શાવ્યા છે.
અહિંસાનું સ્વરૂપ સમજાવતાં તેઓ જણાવે છે કે :
સ્વરૂપ અહિંસા - કોઈપણ જીવનો વધ ન કરવો તે બાહ્ય અહિંસા - યોગ અહિંસા કહેવાય છે. હેતુ અહિંસા જયણાએ રહેલી છે એટલે કે જીવરક્ષા અને તે માટે ઉપયોગનું લક્ષ રાખવું અનુબંધ અહિંસા એ રાગ દ્વેષાદિના દુષ્ટ વિચારો અને વિષય કષાયના પરિણામ હિંસાનો ત્યાગ કરવો. દ્રવ્ય અહિંસા એટલે ઉપયોગનો અભાવ - પરિણામ અહિંસા - ઉપયોગપૂર્વક પરિણમીને હેતુપૂર્વક જે હિંસા કરવી તેનો ત્યાગ. આ રીતે હિંસાનું સ્વરૂપ સમજાવ્યું છે. સિદ્ધસમ છે.
ત્રીજા પત્રમાં આત્મસ્વરૂપ દર્શન વિશએ વિચારો દર્શાવ્યા છે. સર્વ જીવો સિદ્ધ સમાન છે. દેવતત્ત્વ વિશે જણાવે છે કે જેહને શુદ્ધ ધર્મ પ્રગટ્યો છે અને આત્માના અનંતગુણો પ્રગટ થયા છે તેવું દેવતત્ત્વ છે. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. આત્માના અનંત જ્ઞાન-દર્શન-ચારિત્ર-વીર્ય આદિ ગુણોનું પ્રગટીકરણ એ ધર્મતત્ત્વ છે. વળી એમના શબ્દોમાં જ ધર્મતત્ત્વના વિચારો જોઈએ તો જે
Jain Education International
૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org