________________
(બાલાવબોધ) સં. ૧૭૭૫ આસપાસના વર્ષમાં, વીશ વિહરમાન જિન સ્તવન, સાધુની પાંચ ભાવના, અષ્ટપ્રવચન માત, ઢંઢણ મુનિ આઠ રૂચિ નિજગુણ ચિંતવન, ગજસુકુમાલ, દ્વાદશાંગી, સમકિત, વિષયની સક્ઝાયો, સાધુ વંદના, આત્મ હિતશિક્ષા, ગિરનાર સ્તુતિ, શત્રુંજય ચેત્યપરિપતી સ્તવન, આગમસાર, નયચક્રસાર, ગુરૂ ગુણ, બાલાવબોધ, વિચાર સાર પ્રકરણ વગેરે કૃતિઓની રચના કરીને અધ્યાત્મ રસિક યોગીના બિરૂદને ચરિતાર્થ કરી બતાવ્યું છે. એમની કૃતિઓમાં તત્ત્વજ્ઞાનનો સાગર છલકાયા છે. તો તેની સાથે ભક્તિનું નિર્ઝર પણ વહેતું જોવા મળે છે. પણ આ ભક્તિના આંતરદેહમાં તત્ત્વજ્ઞાનનો સંસ્પર્શનિહિત છે. પૂ. શ્રીને માટે ભક્તિ જાણે કે એક મહાન નિમિત્ત બનીને તત્ત્વજ્ઞાનના કઠિન માર્ગમાં નિષ્ફટક બની આત્મ સાધના કરી હતી એમ એમની કૃતિઓને આધારે અનુમાન કરવામાં આવે છે. તેઓશ્રી દ્રવ્યની સાથે ભાવને વિશેષ પ્રધાન ગણતા હતા. જે ભાવ સ્થિતિ આત્મા દર્શન સાક્ષાત્કાર માટે ઉપકારક નીવડે છે.
એમના ત્રણ પત્રોમાં જૈન દર્શનના સિદ્ધાંતોનું ગદ્યમાં નિરૂપણ થયું છે. તે પત્રો એમની અધ્યાત્મ રસિકતાનો પુરાવો છે.
શ્રીમદ્ દેવચંદ્રજીના પત્રો ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા કવિ દેવચંદ્રજી અધ્યાત્મ યોગી તરીકે ખ્યાતિ પામ્યા છે. ધર્મને સાચા અર્થમાં આત્મલક્ષી માનીને જીવન ચરિતાર્થ કર્યું હતું. એમની આધ્યાત્મિક વિચાર સૃષ્ટિનો પરિચય કરાવતા ત્રણ પત્રો પ્રાપ્ત થાય છે..
પ્રથમ પત્રમાં સાચા સુખ વિશેના વિચારો પ્રગટ થયા છે. સુખ વિશેની શાસ્ત્રીય વિચાર દૃષ્ટિને સમગ્ર પત્રમાં સ્થાન આપ્યું છે. પૂ.શ્રીએ વ્યવહાર અને નિશ્ચયનયની દષ્ટિએ સુખની સમજૂતી
૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org