________________
બાહ્ય પ્રવૃત્તિ યોગની આચરણી તેહને ધર્મ માને તેહના કહ્યા મેં સિદ્ધ તે ધર્મ રહિત થાય. યોગથી થતું કોઈપણ પ્રકારનું આચરણ, તે ધર્મ માનીએ તો તે પ્રકારનો માર્ગજન્ય ધર્મ સિદ્ધમાં સંભવિત નથી. પરંતુ સિદ્ધો શુદ્ધ અનંત ધર્મ મુક્ત છે તતા યોગજન્ય શુભ આચરણ તે ધર્મ નથી. શુદ્ધ ધર્મને પ્રગટ કરવાનું નિમિત્ત માત્ર છે. આત્મસ્વરૂપ પામવા માટે આત્માએ શુદ્ધાત્માનું બહુમાન અને ભક્તિ કરવી. વળી વિષય કષાયના નિમિત્તોનો સર્વથા ત્યાગ કરવો. તો સાધકની સાધના આત્મસ્વરૂપ પ્રાપ્તિમાં ઉપકારક બને છે.
આ પત્રો આધ્યાત્મિક રસિક-જિજ્ઞાસુ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને લખાયા છે એટલે તેમાં દાર્શનિક વિચારો હોય તે સ્વાભાવિક છે. આ પત્રોને આધારે દેવચંદ્રજીના શ્રાવકોની તત્વજિજ્ઞાસા અને અધ્યાત્મજ્ઞાન ઊંચી પિપાસા જાણી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનનો વારસો ચતુર્વિધ સંઘને માટે છે. માત્ર સાધુ-સાધુઓ માટે નથી એવી ઉદાર ભાવના જાણવા મળે છે.
પત્રની શૈલી તેને અનુરૂપ છે. ભાષા લોકવ્યવહારની પ્રયોજાઈ છે. પત્ર લેખ કે શિષ્ટાચારનું પાલન કરીને વ્યવહારનું અનુસરણ કર્યું છે. અધ્યાત્મ માર્ગની રહસ્યમય વિચારધારાને પ્રગટ કરતા ત્રણ પત્રો જૈન દર્શના પાયાના સિદ્ધાંતો અહિંસાનું સ્વરૂપ શાશ્વત સુખ, આત્મદેવ તત્ત્વ અને ધર્મતત્ત્વ, આત્મ સાધના પર પ્રકાશ પાડે છે.
પૂ. સા. શ્રી આરતીબાઈ આ પત્રો વિશે જણાવે છે કે, દેવચંદ્રજીના આધ્યાત્મિક પત્રો પં. ટારમલજીની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની જેમ આત્માના શુદ્ધ સ્વરૂપના પ્રગટીકરણમાં કારણભૂત બની શકે તેમ છે. પં. ટાડેરમલજીની ચિઠ્ઠી મુલતાન નિવાસી ભાઈઓ ખાનચંદ, ગંગાધર, શ્રીપાલ, સિદ્ધારથદાસ પરલખાયેલી છે. ૧૬ પૃષ્ઠની લઘુકૃતિમાં પંડિતજીએ રહસ્યપૂર્ણ વાતોને ગર્ભિત
(૯૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org