________________
પછી દાહોદમાં સ્થાયી થઈને દલાલીના ધંધામાંથી નિવૃત્ત થઈ આત્મશ્રેયાર્થે આધ્યાત્મિક કાવ્યોનું સર્જન કર્યું. કવિએ શ્વેતાંબરદિગંબર ધર્મના ગ્રંથોના અભ્યાસ સાથે નોકરી દરમ્યાન કુરાનનો પણ અભ્યાસ કર્યો હતો. એમની કૃતિઓ સુમતિ વિલાસ સં. ૧૯૬૩, સુમતિ વ્યવહાર સં. ૧૯૬૪, સુમતિ પ્રકાશ સં. ૧૯૬૭, નવપદ પૂજાદિ સંગ્રહ સં. ૧૯૬૫, એમ ૪ ગ્રંથોનું સર્જન કરીને આધ્યાત્મિક જ્ઞાન યાત્રાનો અનેરો માર્ગ દર્શાવ્યો છે. કવિએ ગઝલ, પદ, સ્તવન, ગહુંલી, ચૈત્યવંદન, સ્તુતિ, નવપદની પૂજા જેવા કાવ્ય પ્રકારો તથા ઢાળબદ્ધ આધ્યાત્મિક વિષયોનું નિરૂપણ કરતી જ્ઞાન અને ભક્તિમાર્ગની કૃતિઓ રચી છે. તેઓશ્રી પંડિત દેવચંદ્રજી અને હુકમમુનિથી પ્રભાવિત થયા હતા અને એમના ગ્રંથોમાં આ બે મહાત્માનો પ્રભાવ સ્પષ્ટપણે નિહાળી શકાય છે. આત્મદર્શન - આત્મ સાક્ષાત્કાર અને દ્રવ્ય ક્રિયાથી ભાવમાં વિશુદ્ધિ આવે તે માટે ઉપયોગને વધુ મહત્ત્વ આપ્યું હતું.
કવિના આત્મલક્ષી સાહિત્યના નમૂનારૂપે ગદ્યમાં રચેલી “આત્મબોધ પત્રિકા' અત્રે પ્રગટ કરવામાં આવી છે તે ઉપરથી એમના જ્ઞાન અને વ્યવહારનો ખ્યાલ આવે તેમ છે. ધર્મ આત્મા માટે છે. આત્મા ભવભ્રમણમાંથી કેવી રીતે મુક્ત થાય તે અંગે જૈન દર્શનના વિચારોનું નિરૂપણ કરીને અધ્યાત્મ રસિક કવિ તરીકે સ્થાન પામ્યા છે.
આત્મબોધ પત્રિકા શ્રાવક કવિ મનસુખલાલની આત્મબોધ પત્રિકામાં (વ, અધ્યાત્મમાર્ગના દાર્શનિક વિચારોનો સંચય થયો છે. આ પત્રિકા S તત્ત્વજ્ઞાનના વિચારોથી છલકાય છે. આત્માર્થીજનોને માટે તેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરીને અધ્યાત્મ માર્ગમાં પ્રગતિ કરવા માટે માર્ગદર્શન મળે તેમ છે.
( ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org