________________
બીજી ઢાળમાં પ્રભુ દર્શનના વિરહનો ઉલ્લેખ કરતાં કવિ
જણાવે છે કે
તુમ
વીન મુજ મન ટળવળેજી, નયણાં નીર ભરંત, મન મીલવાને ટળવળેજી, કીજે કોટી ઉપાય. તો હું હરખી દૂરથીજી, તુમ ચરણે વિલચંતક.
11411
કવિની કલ્પના તો વિચારો કે પંખીઓનું સદ્ભાગ્ય છે કે આપની પ્રદક્ષિણા દઈને ધન્ય બને છે કવિના શબ્દો છે.
પૂણ્યવંત તે પંખીયાજી, પગ પગ જેહ પેખંત, ફરી ફરી દેતા પ્રદક્ષિણાજી, પુરે મનની ખંત.
||૬||
દીર્ઘકાવ્યોમાં પ્રાસ્તાવિક દુહા પછી ઢાળમાં વિષય વસ્તુનો વિસ્તાર કરવામાં આવે છે. અહીં કવિએ ઢાળથી આરંભ કરીને તે પૂર્ણ થયા પછી દુહાનો આશ્રય લીધો છે એટલે ક્રમ ઉલટો જોવા મળે છે.
બીજી ઢાળને અંતે ત્રણ દુહા છે. મહાવિદેહમાં જઈ શકાતું નથી તેની માહિતી આપતાં કવિ જણાવે છે કે
અંતરીયા બહુ ડુંગરે, તેહ રૂક્નેહી ઘણો હિં તે સજ્જન કેમ વિસરે, જે અગલા ગુણે હિં
||૧||
ત્રીજી ઢાળમાં ભક્ત કવિના હૃદયની સુકોમળ ભાવસભર લાગણીઓ વ્યક્ત થઈ છે.
જિનજી હો સુણજો હો, મુજ મન વાતડીજી, રાતડી રોતાં જાય, દિવસ ગમીજે હો પ્રભુજી ઝુરતાજી, તુમ વિરહો ન ખમાય. ।।૧।।
પ્રભુ દર્શનના વિરહના કારણો દર્શાવતાં કહે છે કે, પરભવમાં પાપ કર્યા, તે ઉદયમાં આવ્યા છે. જિનવાણીની વિરાધના કરી, સદ્ગુરૂની શિખામણ ન માની. ૠષિઓન સંતાપ આપ્યો, દીક્ષા છોડી દીધી. બાળકને માતાથી અલગ કરીને દુઃખ આવ્યું,
Jain Education International
૪૬
For Private & Personal Use Only
www.jainelibrary.org