________________
ફરદી છે. આ પત્રની સંસ્કૃત ભાષાની શૈલી (કવિ બાણભટ) સંધિ છે સમાસ અને વિશેષણયુક્ત વીતરાગનું ગુણ દર્શન કરાવવાનો લેખકને પ્રયત્ન એમની વિદ્વતાની સાથે ઊંચી સર્જક પ્રતિભાનું પ્રમાણ પુરું પાડે છે. સાહિત્ય રસિક વર્ગને અનેરું આકર્ષણ થાય તેવા આ પત્ર સો કોઈને માટે આકર્ષણરૂપ બને તેમ છે.
પત્રનો પ્રત્યેક અક્ષર કિંમતી છે. સહૃદયી બનીને ભાવપૂર્વક પત્ર લખ્યો છે, પ્રત્યુત્તર પાઠવશો, પત્ર ખાનગી રાખજો. ઘણા વિચારો આવે છે પણ પત્રમાં કેટલું લખાય? થોડામાં ઘણું માનજો. જેવી વિગતોનો પત્રમાં સંદર્ભ મળે છે જે પત્રના નામને સાર્થક કરે છે. લેખ કાગળ-કાગદ વિનંતીપત્ર ફરદી જેવા પત્રના પર્યાયવાચી શબ્દપ્રયોગો થયા છે.
( પત્રોમાં કટાક્ષ વચનો, સમસ્યા, પ્રણાય ભાવના, વિરહવેદના સહન કરતી નારીની મનઃસ્થિતિ, મિલનનો આનંદ. ચંદરાજા અને ગુણાવલીનો પત્ર અર્વાચીન સામાજિક સ્થિતિનો પરિચય કરાવે છે. આ પત્ર પ્રત્યુત્તર સાથે હોવાથી ચંદરાજા અને ગુણાવલીનો પરસ્પર સ્નેહ અને વ્યક્તિત્વનો પરિચય થાય છે.
સ્ત્રી ચરિત્ર અને ઉપાલંભ દ્વારા અભિવ્યક્તિ થઈ હોવાથી પત્ર રસિક બન્યો છે.
વિયોગ શૃંગારની અભિવ્યક્તિમાં કોઈ નવીનતા નથી. પૂર્વે કવિઓએ જે નિરૂપણ કર્યું છે તેને સ્થાન આપવામાં આવ્યું છે તેમ છતાં આ વર્ણનથી પત્ર આસ્વાદ્ય બને છે.
મધ્યકાલીન પત્ર સાહિત્યની સામગ્રી વિવિધ પ્રકારની છે. વાર આ પત્રો વિકાસની સ્થિતિમાં છે એમ માનીને તેનો અભ્યાસ થાય GS તો પત્ર લેખકને સાચા અર્થમાં સમજીને ન્યાય આપી શકાય. જૈનેત્તર કી
સાહિત્ય ગદ્ય-પદ્ય સ્વરૂપના વિકાસથી સમૃદ્ધ છે તો જૈન સાહિત્ય ગદ્ય-પદ્યના વિકાસની દૃષ્ટિએ એટલું જ સમૃદ્ધ છે. પત્ર સ્વરૂપ
(૧૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org