________________
સીમંધરજિન વિનતી ચંદ્રાઉલી લેખ, બારભાવના સઝાય, નેમિનાથ સ્તવન અને ૮૦ ઉપરાંત ગીતો રચ્યાં છે તેનો સમાવેશ થાય છે.
એમની કથાઓ કૌતુકરાગી, શૃંગારરસની વિવિધતા વર્ણન કૌશલ્ય, મંજુલ પદાવલીઓ, અલંકાર વૈભવ સુભાષિતના સંદર્ભો ગેયતા જેવા લક્ષણો હોવાથી જયંવતસૂરિ એક રસજ્ઞ કવિ હતા. વળી એમની કૃતિઓમાં જ્ઞાનનો ભંડાર એમની વિદ્યત્તાનું પ્રતીક બને છે. અત્રે અજિતસેન શીલવતી લેખ અને સીમંધર સ્વામી લેખ નામની કૃતિનો પરિચય આપવામાં આવ્યો છે.
આ. જયંવતસૂરિએ “શૃંગાર મંજરી” કથા પદ્યમાં રચી છે તેના અંતર્ગત અજિતસેન - શીલવતી લેખ ઢાળ ૪૬માં કડી ર૧ર૬થી ૨૧૫૪ સુધી એટલે (૫૯ કડી) છે. આરંભમાં કવિએ જણાવ્યું છે કે, અથ અજિતસેન શીલવતી પ્રતિ લેખ લિખઈ છઈ પત્રનો પ્રારંભ “સ્વસ્તિ શ્રીધર વીનવઈ વાહલા છઈ જિણિ દેશિ સુંદરિ સુગુણ મુંજાણ છઈ, વાંચઈ લેખ સંદેશ |રિ૧૨૬II
શીલવતીનો કોઈ પત્ર કે સંદેશ નથી તેથી અજિતસેનના દુઃખના ભાવને વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે તે દુઃખ મુજનઈ અતિ દહઈ, જિમ કરવતની ધાર
કટાક્ષ વચન દ્વારા લેખ (પત્ર) ન લખવાનો ઉલ્લેખ કરતા કવિના શબ્દો છે : તુચ્છ ગામઈ કાગલ નથી, કિ મિસિ નથી ત્રિલોકિ કઈ ખપ નથી અહારડું લેખ ન લિખિઉ એક. T૨૧૩૦]
તને પત્ર લખવામાં આળસ આવતી હોય તો કોઈની મારફતે ) સંદેશો તો મોકલી શકાયને!
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org