________________
કંસના વિચાર ઉપર સત્સંગ અને કુસંગનું સ્વરૂપ આબેહુબ દર્શાવવામાં આવ્યું છે. કેળવણી વગરની સ્ત્રી કેવી નઠારા વિચાર અને આચારવાળી થાય છે, તે ઉપર છવયશાનું ચરિત્ર દષ્ટાંતરૂપ છે. તે ઉપરથી આર્યગૃહપતિ અને ગૃહિણીને ધડ લેવા ચોગ્ય શિક્ષણ મળે છે.
ચાદમા પ્રકરણમાં કૃષ્ણના ચરિત્રનો આરંભ કરવામાં આવ્યો છે. કદિ માણસ કુસંગને લઈને દુરાચારમાં પડી જાય, પણ જે તે સારા સંગના પ્રભાવથી સદાચારને સેવક બની જાય છે તેની પશ્ચિમ અવસ્થા સુખ તથા સત્કીત્તિની સંપાદક થાય છે. એ નીતિબોધ આ સ્થળે આપ્યો છે.
પંદરમા પ્રકરણમાં પાંડની ઉત્પત્તિનો પ્રસંગ છે અને તે પછી સોળમા પ્રકરણમાં પાંડ અને કૌરની વચ્ચેના વૈરબીજની સ્થાપના દર્શાવવામાં આવી છે. આ સ્થળે પાંડુના ચરિત્રમાં નીતિન પ્રકાશ ઘણે ઉત્તમ પ્રકારે દર્શાવવામાં આવ્યો છે. ધૃતરાષ્ટ્ર રાજ્યમથી પોતાના પુત્ર કૌરવો અને પાંડવોની વચ્ચે ભેદબુદ્ધિ રાખી પણ સમદષ્ટિ પાંડુના હૃદયમાં એવી ભેદબુદ્ધિ પ્રગટ થઈ નહિ. એ ખ્યાન આ સ્થળે ઘણુંજ મનન કરવા ગ્ય છે અને પ્રમાણિક પુરૂષને આનંદદાયક થઈ પડે તેવું છે.
સત્તરમા પ્રકરણમાં ગુરૂલાભને પ્રસંગે વિદ્યાભ્યાસ કરવામાં કેવા સાધનો જોઈએ, તેને માટે દશ સાધનોની જે ગણના કરવામાં આવી છે, તે અભ્યાસીઓને અને અભ્યાસમાં સહાયભૂત થનાર માબાપોએ મનન કરવા જેવી છે. ગુરૂ, પુસ્તક, નિવાસ, સહાય, અને ભજન–એ પાંચ બાહ્યસાધન અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઊદ્યમ અને શાસ્ત્રપ્રીતિ–એ પાંચ અંતરંગ સાધન–એ દશ પ્રકારના સાધનની ઉત્તમ પદ્ધતિ દર્શાવી એ પ્રસંગને રમણીય બનાવ્યું છે. મહાવીર અર્જુને પિતાના અભ્યાસમાં એ સાધને કેવી રીતે મેળવ્યા હતા. તે વિષય વાંચનાર અભ્યાસીઓને ઘણેજ આનંદ આપે છે.