________________
૧૧
છઠ્ઠા પ્રકરણમાં રાજા શાંતનુને શીકારને પ્રસ ંગે તેના પુત્ર ગાંગેયના સમાગમ થાય છે, અને ત્યાં પિતા પુત્રની વચ્ચે યુદ્ધ કરવાના યાગ થઈ આવે છે. પુત્રનું પરાક્રમ જોઈ પ્રસન્ન થયેલી ગંગાદેવીના હૃદયને હ અને પતિભક્તિનુ અહિં સારૂ દર્શન થાય છે. વીર્યવતી ગંગાદેવીએ પોતાના પતિ અને પુત્ર વચ્ચેનું યુદ્ધ અટકાવવાની જે હિંમત દર્શાવી છે, તે આ પ્રસગમાં વીરરસનુ સારૂં પાણું કરે છે અને પ્રાચીન વીરાંગનાના ગૌરવને દર્શાવે છે. આ શિવાય ગાંગેયની માતૃભક્તિ અને આજ્ઞાંકિતપણુ અપૂર્વરૂપે બતાવવામાં આવેલુ છે, જે આ બાળકાને હૃદયથી શિક્ષણીય છે.
સાતમા પ્રકરણમાં ગાંગેયની પિતૃભક્તિ વ્યિતાનું દર્શન કરાવે છે. આ પુત્ર ગાંગેય પોતાના પિતાની મન:કામના પૂર્ણ કરવાને નાવિ કુની પાસે જતાં તે પ્રસગે તે મહાનુભાવે જે વાર્તાલાપ કર્યાં છે, તે સત્પુત્રના ધર્મની પરાકાષ્ટા છે. ધર્મવીર અને પિતૃભક્ત ગાંગેયે યાવવિત બ્રહ્મચર્ય ધારણ કરી જે સત્પુત્રતા દાઁવી છે, તે અદ્વિતીય અને અલોકિક છે. પોતાના જન્મદાયક, પાલક અને અધ્યાપક તરીકે ઉપકારી પિતાના મોટા ઋણુમાંથી અપ અંશે પણ મુક્ત થવાની ઇચ્છા રાખનારા કાઇ પણ આ પુત્રને આ પ્રસંગ મનન કરવા જેવા છે.
આર્ડમા પ્રકરણુમાં મહાબળવાન શાંતનુએ સસારના ત્યાગ કરી પોતાના આત્માના ઉલ્હારના માર્ગ ગ્રહણ કરેલા છે. દરેક મનુષ્યા અનેક વસ્તુઓને ઇચ્છે છે અને પૂર્વના સુકૃતથી તે સર્વ તેમને મળવાને પૂર્ણ સલવ હાય છે; પરંતુ તે વસ્તુ પ્રાપ્ત થવા પર્યંત મનુષ્યા પાતાની ઇચ્છાને સ્થિર રાખતા નથી. આવા વિચારને અવલખ શાંતનુએ પેાતાનું મહાવી સંસારના ત્યાગ કરવામાં કારવ્યું હતું. તે વિચારને અંતે એ મહારાજાએ ચિંતવ્યું હતું કે, “ આરાગ્ય, ધન, વ્યવહાર