________________
પ્રથમ પ્રકરણમાં રાજકન્યાના સાંસારિક અભિગ્રહને પ્રસંગ લઈ પ્રાચીન વિવાહ પદ્ધતિનું દિગ્દર્શન કરાવી વર્તમાન કાળે ચાલતા તે સંબંધી હાનિકારક રિવાજનો ધિક્કાર દર્શાવ્યો છે. જે વાંચનારને સુબેધક થઈ પડે તેવે છે.
બીજા પ્રકરણમાં શીકારી શાંતનુના દુર્વ્યસનરૂપ મૃગયાને ચીતાર આપી તેવા વ્યસનથી દૂર રહેવાને અને માનવ જીવનરૂપી અમૂલ્ય રત્નને સદ્દગુણેના ડાબડામાં રાખી યતના કરવાને ઉત્તમ બેધ આપે છે.
ત્રીજા પ્રકરણમાં શાંતનુ રાજાની સાથે ગંગાસુંદરીનું પાણગ્રહણ થાય છે. તે પ્રસંગે ગંગાસુંદરીએ લીધેલી કેળવણી અને તેથી પ્રાપ્ત થયેલા જ્ઞાન, હિંમત વિગેરે સદ્દગુણે આર્ય જૈન સ્ત્રીઓને અનુકરણ કરવા
ગ્ય છે. ગંગાસુંદરી પિતાના નિયમમાં કેવી દઢ રહી હતી-એ પ્રસંગ ખરેખર આર્ય બાળાઓને બેધ લેવાયેગ્ય છે.
ચેથા પ્રકરણમાં ગાંગેયના જન્મને પ્રસંગ આવે છે અને શાંતનુરાજા પિતાના શીકારના દુર્વ્યસનમાંથી મુક્ત થયે નથી, તેથી દઢ નિયગામવાળી ગંગાસુંદરી પોતાના પતિને ત્યાગ કરી પિતૃગૃહ તરફ ચાલી જાય છે. તે છતાં તેણે પિતાના પતિ ઉપર વિરક્ત થઈ નથી. આ પ્રસંગ સ્ત્રીઓને ઘણે સુબેધક છે. “પતિના જીવનની સુધારણું સ્ત્રીએ કરવી જોઈએ અને સ્ત્રીને જીવનની સુધારણ પતિએ કરવી જોઈએ.” આ નીતિસૂત્રને બેલ આ પ્રસંગે સારો પ્રાપ્ત થાય છે.
પાંચમા પ્રકરણમાં સત્યવતીના ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. સદ્દગુણ સ્ત્રીનું વર્તન કેવું હોય અને તેના વર્તનથી જનસમાજમાં કેવી અસર થાય તેને આબેબ સંક્ષિપ્ત ચિતાર આ પ્રસંગે દર્શાવવામાં આવ્યો છે.