________________
સુખ, જ્ઞાન, વિદ્યા, કળા અથવા કોઈ પણ પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે મેં મારા મનને ઘણીવાર અથડાવ્યું છે. હવે તે મનને તેમાંથી આકર્ષ પરમ તત્ત્વમાંહે લઈ જવું જોઈએ.” આવા વિરક્ત વિચાર દર્શાવી શાંતનુએ પિતાની પશ્ચિમ વયની સાર્થક્તા કરવાને તે પ્રસંગ વાચકને સંગના રંગમાં મગ્ન કરે છે. - નવમા પ્રકરણમાં અંબા, અંબિકા અને અંબાલિકાએ ત્રણ રાજકન્યાના હરણનો મુખ્ય પ્રસંગ લઈ તેમાં વિવિધ જાતના બેધક પ્રસંગે દર્શાવ્યા છે. તે પછી–
દશમા પ્રકરણમાં વિષયી વિચિત્રવીર્યની નઠારી સ્થિતિને પ્રસંગ ઘણા વૈરાગ્યપષક છે. વિષયના અતિ સેવનથી વિષયી આત્માની કેવી નઠારી સ્થિતિ થાય છે, તે ઉપર વિચિત્રવીર્યનું પૂર્ણ દષ્ટાંત આ સ્થળે મનન કરવા જેવું છે. વિચિત્રવીર્યની નઠારી સ્થિતિ જોઈ તેના વીરબંધુ ગાંગેયે જે વચને ઉગાર્યા છે. તે સર્વદા સ્મરણીય અને આદરણીય છે.
અગીયારમા પ્રકરણમાં પાંડ અને કુંતીના પ્રસંગે જે ચમત્કારી મુદ્રિકાને વેગ થઈ આવ્યો છે, તે ઉપર વિદ્યાધરપતિઓનું રમણીયકથાનક છે. તે ચાલતા પ્રસંગને અદ્દભુત રસનું સારું દર્શન કરાવે છે.
બારમા પ્રકરણમાં રાજા પાંડુ અને મહારાણી કુંતીનું પિતાના કુટુંબ પ્રત્યે જે પ્રવર્તન બતાવ્યું છે, તે દરેક આર્યકુટુંબે ગ્રહણ કરવા યોગ્ય છે. “સંપથી વર્તવામાં કેટલું સુખ છે અને કુસંપથી વર્તવામાં કેટલું દુઃખ છે,” એનૈતિક સૂત્રનો પ્રભાવ આ સ્થળે બેધનીય છે.
તેરમા પ્રકરણમાં કંસ અને તેની સ્ત્રી જીવયશાની અવાંતર કથા દર્શાવવામાં આવી છે. તે પ્રસંગે વસુદેવના સહવાસમાં રહેલા કંસના સદ્વિચાર અને જરાસંધની દુરાચારી પુત્રી છવયશાના સમાગમમાં રહેલા