________________
ત્રના ગ્રંથનું અવતરણ મલધારી શ્રી દેવપ્રભસૂરિના રચેલા પાંડવ ચરિત્ર ઉપરથી થયેલું છે. તે મહાનુભાવ દેવપ્રભસૂરિ જૈન સંસ્કૃત કવિએમાં પ્રથમ પંક્તિના કવિ હતા. તેમની આલંકારિક અને રસિક કવિતા ભારતવર્ષના કવિઓમાં પ્રશંસનીય થયેલી છે. તેમણે પોતાના જીવનમાં બે ઉત્તમ કાવ્ય રચી પિતાની પ્રતિભાશાળી શક્તિને પલ્લવિત કરી ભારતીય પંડિતને પ્રસન્ન કરેલા છે. તે બંને કાવ્યો પાંડવચરિત્ર અને મૃગાવતીચરિત્ર એવા નામથી ઓળખાય છે. તે મહાનુભાવ દેવપ્રભસૂરિ શ્રી મુનિચંદ્રસૂરિના શિષ્ય હતા. તેમને યશેભસૂરિ અને નારચંદ્ર નામે બે વિદ્વાન શિષ્યો હતા, તેમણે તેમના બંને કાવ્યને શોધ્યા હતા.
પાંડવ ચરિત્ર અને આ ગ્રંથને કથા ભાગ એકજ છે, પણ તેને નવીન પદ્ધતિમાં ગઠવી રસિક બનાવવામાં આવેલ છે. ચરિત્રના જુદા જુદા પ્રસંગમાંથી ગ્રહણ કરવા યોગ્ય બોધને પૃથર્ દર્શાવી ચરિતાનુગની ઉપગિતા સિદ્ધ કરવામાં આવી છે. તે સાથે મૂળકર્તાની આશંકારિક ચમત્કૃતિને અખંડિત રાખી તેનું સુબેધક અવતરણ કરી રસમાં વધારે કર્યો છે.
મૂળ ગ્રંથકારે એ ચરિત્રને પોતાની પ્રતિભાના પ્રભાવથી પલ્લવિત કરેલ છે. ગ્રંથનું કલન કરનાર તે ગીકવિએ પિતાની કવિત્વ શક્તિનું પૂર્ણ દર્શન કરાવ્યું છે. ચરિત્રના પ્રસંગમાં આવેલ ધર્મ, નીતિ, વ્યવહાર, ઉત્સાહ, શૌર્ય, યુદ્ધ, સાદશ્ય, સૌંદર્ય શક્તિ, ભક્તિ, વૈરાગ્ય અને માધુર્યવાળા તેના વર્તનની પ્રતિમાઓ કલ્પનાશક્તિથી પુષ્ટ કરી સારારૂપમાં દર્શાવી ગ્રંચને રમણીય બનાવ્યો છે.
૧ આ મહાન ગ્રંથ તૈયાર કરાવીને પ્રથમવૃત્તિ શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગના સ્થાપક શ્રીયુત શિવજી દેવસિહે એ વર્ગ તરફથી સં. ૧૯૬૫ માં માર્ગશીર્ષમાં પ્રગટ કરી હતી.