________________
થી ખામણ
૧૭ કહ્યા છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે, ચૌદ રાજલક હસ્તામલકતું જાણી દેખી રહ્યા છે, અનંત જ્ઞાન છે. અનંત દર્શન છે, અનંત ચારિત્ર છે, અનંત તપ છે, અનંત ધીરજ છે, અનંત વીર્ય છે, ખટે ગુણે કરી સહિત છે, ચેત્રીશ અતિશયે કરી બિરાજમાન છે, પાંત્રીસ પ્રકારની સત્યવચન વાણી ગુણે રી સહિત છે, એક હજારને અષ્ટ ઉત્તમ લક્ષણે કરી સહિત છે, અઢાર દેષ રહિત છે, બાર ગુણે કરી સહિત છે, ચાર કર્મ ઘનઘાતીયાં ક્ષય કર્યા છે, બાકીનાં ચાર કર્મ પાતળાં પાડયાં છે. મુકિત જવાના કામી થકા વિચાર છે, ભવ્યજીવના સંદેહ ભાંગે છે, સગી, સશરીશ, કેવળજ્ઞાની, કેવળદની, યથાખ્યાત ચારિત્રના ધારણહાર છે, લાયક સમતિ, શુકલધ્યાન, શુકલેશ્યા, શુભધ્યાન, શુભજેગ, ચેસઠ ઇંદ્રના પૂજનિક, વંદનિક, અનિક છે, પંડિતવીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે. ધન્ય તે સ્વામીનાથ, ગામ, નગર, શયતાણી, પુરપાટણ, એક ગામથી બીજે ગામ વિહાર કરતા હશે ત્યાં જિનેંદ્રદેવ, રૂપી સૂર્ય આગળ ચાલે. તે વાસે ગણધર ચાલે તે વાંસે શેષ સાધુ ચાલે, સ્વામી પગ ધરે ત્યાં લાખ પાંખડીનું પદ્મ કમળફૂલ થઈ આવે, પાછો પગ ઉપાડે ત્યારે વિસશળ થઈ જાય, નદી-નાળાં આવે ત્યાં પાજ બંધાઈ જાય, કાંટા અમે મુખે હેય તે ઉધે મુખે થઈ જાય, હવામીજી હજારે ગાઉને વિહાર કરી બાગ બગીચામાં વનપાળની આજ્ઞા લઈ સમસરે, ત્યાંથી પચીશ પચીશ જેજનમાં માર નહિ. મરકી નહિ, સ્વચક્ર પરચકને ભય: નહિ, સાત પ્રકારની ભીતિ માત્ર રહે નહિ, ઝાઝું મિથ્યાત્વ હેય ત્યાં ત્રપડા ગઢની રચના થઈ આવે, રૂપાને ગઢ ને સેનાના કાંગશ, સેનાને ગઢ ને રત્નના કાગરાં, રત્નને ગઢ અને મણિરત્નના કાંગરાં, ચાર દિશા એ ચાર ચાર દરવાજા થઈ આવે. એક એક દરવાજે વીશ વીશ હજાર પગથિયાં થઈ આવે, સમોસરણને મધ્ય ભાગે સ્ફટિક રત્નનું સિંહાસન થઈ આવે, બારગણું અશોકવૃક્ષ થઈ આવે, અંબોડાને ઠેકાણે ભામંડળ થઈ આવે, ઉપર ચોવીસ જોડાં ચામરના થઈ આવે, વનપાળ જઈ રાજા દિને વધામણ આપે, બાર પ્રકારનો પ્રખર વખાણવાણી સાંભળે, સૌ સૌની ભાષામાં સૌ સમજી જાય, કેઈને શંકા ઉપજે નહિ. ભવનપતિ અને તેની દેવી, વણથંતર અને તેની દેવી, તિષી અને તેની દેવી, વૈમાનિક અને તેની દેરી, મનુષ્ય અને મનુષ્યણું, તિર્યંચ અને તિર્યંચણી એ બાર જાતની પ્રખર વખાણવાણી સાંભળતાં કેઈ કેઇનું વેર ઉલસે નહિં. કન્ય તે મહાપજ, જ્યાં દેશના દેતા થકા વિચરતા હશે ઈસર, તલવર, માર્ડખિએ, કેબિઅ શેઠ સેનાપતિ, ગાથાપત્તિ, સ્વામીની દેશના સાંભળી કશું પવિત્ર કરતા હશે, દર્શન દેરાશ કરી નેત્ર પવિત્ર કરતા હશે, અશનાદિ ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે, તેને ધન્ય છે. સ્વામીનાથ, તમે પંચ મહાવિદેહ ક્ષેત્રને વષે બિરાજે છે, હું અપરાધી, દીનકિંકર, ગુગ્રહીન, અહીં બેઠે છું. તમારા જ્ઞાન, દર્શન ચરિત્ર, તય સંબંધી અવિનય આશાતના, અશક્તિ, અપરાધ કર્યો હોય તે મન વચન કાયાએ કરી હાથ જોડી મસ્તક નમાવી ભુજે ભુજે કરી ખમાવું છું. તિખુને પાઠ ત્રણ વાર કહે
૦૦૦૦