________________
૨૩૪
શ્રી જન જ્ઞાન સાગર તેમને કાલ કહે છે. અર્થાવગ્રહને કાલ; એક સમય અસંખ્યાત સમયથી પ્રવેશ્યાં પુદ્ગલને છેલ્લા સમયે જાણે, જે મને કઈક બોલાવે છે.
ઈ હને કાલ, અંતર્મદૂત, તે વિચાર ચાલ્યા કરે કે જે મને બેલાવે છે તે આ
અવાયને કાલ, અંતર્મુહૂર્ત-નિશ્ચય કરવાને, જે મને અમુક જ બેલા છે. શબ્દ નિશ્ચય કરે.
ધારણને કાલ, સંખ્યાતા વર્ષ અથવા અસંખ્યાતા વર્ષ સુધી ધારી રાખે, જે અમુક વેળાએ અમુકને શબ્દ સાંભળે હતું તે આ પ્રકારે હતે. એ અવગ્રહના દશ ભેદ, ઇહાના ભેદ, અવાયના છ ભેદ, ધારણના છ ભેદ, સર્વ મળી કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ૨૮ ભેદ.
મતિજ્ઞાન સમુચ્ચય ચાર પ્રકારે - ૧ દ્રવ્યથી. ૨ ક્ષેત્રથી. ૩ કાલથી ૪ ભાવથી ૧ દ્રવ્યથી માતિજ્ઞાની સામાન્યથી આદેશ કરી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. ૨ ક્ષેત્રથી મતિજ્ઞાની સામાન્યથી આદેશ કરી સર્વક્ષેત્રની વાત જાણે પણ દેખે નહિ. કાલથી મતિજ્ઞાની સામાન્યથી આદેશ કરી સર્વ કાલની વાત જાણે પણ ન દેખે, ૪ ભાવથી સામાન્યથી આદેશ કરી સર્વ ભાવની વાત જાણે પણ દેખે નહિ, નહીં દેખવાનું કારણ મતિજ્ઞાનને દર્શન નથી.
ભગવતી સૂત્રમાં પાસઈ પાઠ છે, તે પણ શ્રદ્ધા વિષે છે; પણ જેવું તેમ નથી, ઈતિ અતિજ્ઞાન સંપૂર્ણ
સુત્ર ( કૃત) જ્ઞાનનું વર્ણન સુતજ્ઞાનના ૧૪ ભેદ. ૧ અક્ષર શ્રત. ૨ અનક્ષર શ્રત. ૩ સંજ્ઞીશ્રુત. ૪ અસંજ્ઞીશ્રુત૫ સમ્યફ મૃત. ૬ મિથ્યા મૃત. ૭ સાદિ શ્રત. ૮ અનાદિ મૃત. ૯ સપર્યાવસિત મૃત. ૧૦ અપર્યાવસિત મૃત. ૧૧ ગમિક મૃત. ૧૨ આગમિક મૃત. ૧૩ અંગપ્રવિષ્ટ શ્રત. ૧૪ અનંગપ્રવિટ શ્રત (અંગબાહિર)
૧ . અક્ષરકૃત તેના ત્રણ ભેદ. ૧ સંજ્ઞા અક્ષર. ૨ વ્યંજનઅક્ષર, ૩ લબ્ધિ અક્ષર.
સંજ્ઞા અક્ષર મૃત તે અક્ષરના આકારનું જ્ઞાન; જેમકે ક, ખ, ગ, પ્રમુખ સર્વ અક્ષરની સંજ્ઞાનું જ્ઞાન, ક અક્ષરનો ઘાટ દેખી કહે છે એ ખ નહિ, ગ, નહિ. એમ સર્વ અક્ષરની ના કહીને કહે કે એ તે ક જ છે, એમ સંસ્કૃત, પ્રાકૃત, ગેડી, ફારસી, દ્રાવિડી હિંદી એ આદિ અનેક પ્રકારની લિપિમાં અનેક પ્રકારના અક્ષરના ઘાટ છે તેવું જે જ્ઞાન તે સંજ્ઞા અક્ષર શ્રુત જ્ઞાન.
૨ વ્યંજન અક્ષર શ્રત. તે હસ્ય, દીર્ઘ, કાને, માત્રા, અનુસ્વાર પ્રમુખની સંયોજનાઓ કરી બોલવું તે વ્યંજનાક્ષર મૃત.
૩ લબ્ધિ અક્ષર મૃત તે ઈક્રિયાથના જાણપણાની લબ્ધિથી અક્ષરનું જ્ઞાન થાય તે તેને છ ભેદ.
૧ શ્રોતેંદ્રિય લબ્ધિ અક્ષશ્રુત તે કાને ભેરી પ્રમુખને શબ્દ સાંભળી કહે છે એ ભેરી પ્રમુખને શબ્દ છે, તે ભેરી પ્રમુખ અક્ષરનું જ્ઞાન શ્રેનેંદ્રિય લબ્ધિથી થયું તે માટે બેંદ્રિય લબ્ધિ અક્ષરગ્રુત કહીએ.
આદેશથી–આગમથી–સિદ્ધાંતથી.