________________
કાવ્ય સંગ્રહ
૨૬૯
સમાધાન–સદ્દગુરુ ઉવાચ.
ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા
હસમાન; પણ તે બને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાયે દેહાધ્યાસથી, આત્મા દેહસમાન; પણ તે બને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દટા છે દૃષ્ટિને, જે જાણે છે રૂ૫, અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઈકિય પ્રત્યેકને નિજ નિજ વિષયનું જ્ઞાન, પાંચ ઈદ્રિયના વિષયનું, પણ આત્માને ભાન, પર દેય ન જાણે તેમને, જાણે ન ઈદ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે, તે પ્રવર્તે જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય, પ્રગટરૂ૫ ચતન્યમય, એ એંધાણ સદાય. ૫૪ ઘર, પેટ, આદિ જાણ તું, તેથી તેને માન, જાણનાર તે માન નહિ, કહિયે કેવું જ્ઞાન. ૫૫ પરમ બુદ્ધિ કૃષ દેડમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ, દેહ હોય જે આતમાં, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રવ્યભાવ. ૫૭ આત્માની શંકા કરે, આત્મા પોતે આપ; શંકાને કરનાર તે, અચરજ એહ અમાપ. ૫૮
શંકા-શિવ ઉવાચ. આત્માનાં અસ્તિત્વના, આપે કહ્યા પ્રકા; સંભવ તેને થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહીં અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિગે
નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
સમાધાન-સદગુરુ ઉવાચ દે. માત્ર સંયોગ છે, વળિ જડ રૂપી દ્રશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કેના અનુભવ વશ્ય કર જેના અનુભવવશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિય, તે તે અનુભવ દ્રશ્ય; ઊપજે નહિ સંયોગથી, આમ નિત્ય પ્રત્યક્ષ, ૬૪