________________
શ્રી જન જ્ઞાન સાગર અવધિજ્ઞાનના—છ પ્રકાર સક્ષેપથી કહ્યા છે તેનાં નામ. ૧ અનુગામિક. ૨ અનાનુગામિક ૩ વમાન, ૪ હાયમાન. ૫ પ્રતિપાતિ, } અપ્રતિપાતિ.
૨૩૮
અનુગામિક જ્યાં જાય ત્યાં તે સાથે આવે. તે એ પ્રકારનું છે. ૧ અંતઃગત. ૨ મધ્યમત. ૧ અંત ગત અવધિજ્ઞાનના ત્રણ પ્રકાર.
૧ પુરતઃ અંતઃગત–પુરએ અંતગત) તે શરીરના આગલા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. ૨ ભાગતઃ અંતઃગત–(મગ્ગાએ અંતગત) તે શરીરના પૃષ્ટ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે. ૩ પાર્શ્વતઃ અંતઃગત -(પાસાએ અંતગત) તે શરીરના બે પા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે.
અત:ગત અવધિ ઉપર દૃષ્ટાંત છે, જેમ કોઈ પુરુષ હરકેાઇ દીપ પ્રમુખ અગ્નિનું ભાજન તથા મણિપ્રમુખ હાથમાં લખતે આગળ કરી ચાલતા જાય તે આગળ દેખે જો પૂઠે રાખે તે પૂરું દેખે, તેમ એ પડખે રાખી ચાલે તે બે પડખે દેખે, જે પાસે રાખે તે તરફ દેખે, બીજી બાજુ ન દેખે રહસ્ય છે. વળી જે બાજુ તરફ જાણે, દેખે તે બાજુ તરફ સંખ્યાતા, અસંખ્યા યાજન લગી જાણે દેખે.
૨ મધ્યગત-તે સર્વ દિશી તથા વિદેિશી તરફ (ચૌતરક) સંખ્યાતા યાજન લગી જાણે દેખે, પૂર્વકિત દીપ પ્રમુખ ભાજન માથે મુકીને ચાલે તે તે ચૌતરફ દેખે તેમ.
૨ અનાનુગામિક અવધિજ્ઞાન-તે જે સ્થાનમાં અવધિજ્ઞાન ઊપજ્યું હોય તે સ્થાને રહીને જાણે, દેખે, અન્યત્ર તે પુરુષ જાય તે ન જાણે દેખે. તે ચારે દિશાએ સંખ્યાતા અસંખ્યાતા ચેાજન સલગ્ન તથા સંલગ્નપણે જાણે દેખે. જેમ કાઇ પુરુષે દીવી પ્રમુખ અગ્નિનું ભાજન તથા મણિ પ્રમુખ કોઈ પણ સ્થાન પ્રતિ મૂકયુ હોય તે, તે સ્થાન પ્રતિ ચૌતરફ્ દેખે પણ અન્યત્ર ન દેખે તેમ અનાનુગામિ અધિજ્ઞાન જાણવું.
૩ વદ્ધમાન અવધિજ્ઞાન-તે પ્રશસ્ત લેશ્યાના અધ્યવસાયે કરી, તથા વિશુદ્ધ ચારિત્રનાં પરિણામે કરી, સર્વ પ્રકારે અવધિ જ્ઞાનની વૃદ્ધિ થાય તેને વર્ધમાન અવધિજ્ઞાન કહીએ. જે જધન્યથી, સૂક્ષ્મ નિગેાદીઆ જીવે ત્રણ સમય ઉત્પન્ન થયામાં શરીરની જે અવગાહના આંધી હોય એટલું ક્ષેત્ર જાણે, ઉત્કૃષ્ટથી સર્વ અગ્નિના જીવ, સૂક્ષ્મ બાદર પર્યાપ્ત એ ચાર જાતિના તે પણ જે સમયે ઉત્કૃષ્ટ હોય તે અગ્નિના જીવ, એકેક આકાશ પ્રદેશે અંતર રહિત મૂકતાં જેટલાં અલાકમાં લેક જેવડાં અસંખ્યાતા ખંડ (ભાગ વિકલ્પ) ભરાય તેટલું ક્ષેત્ર સ શિી વિદિશાએ દેખે, અવધિજ્ઞાન રૂપી પદાર્થ દેખે એ રહસ્ય છે, મધ્યમ અનેક ભેદે છે તે કહે છે. વૃદ્ધિ ચાર પ્રકારે થાય. ૧ દ્રવ્યથી ૨ ક્ષેત્રથી ૩ કાલથી ૪ ભાવથી, તે આ પ્રમાણે.
થાય.
૧ કાલથી જાણપણુ વધે ત્યારે શેષ ઋણ ખેલનું જાણપણું વધે.
૨ ક્ષેત્રથી જાણપણું વધે ત્યારે, કાલની ભુજના તથા દ્રવ્ય, ભાવના જાણપણાની વૃદ્ધિ
૩ દ્રવ્યથી જાણપણું વધે ત્યારે, કાલની તથા ક્ષેત્રની ભજના ભાવના જાણપણાની વૃદ્ધિ. ૪ ભાવથી જાણપણુ વધે, શેષ ત્રણ ખેલની ભજનો.
તે વિસ્તારથી સમજાવે છે :- સર્વ વસ્તુમાં કાલનું જાણપણુ સૂક્ષ્મ છે. જે કાઇ ચોથા આરાનો જન્મ્યા, નીરંગી બલિષ્ટ શરીર, તે વઋષભનારાચ સહનનવાળા એગગુપચાસ પાનની આડી લઈને તે ઉપર સારા લાહની સુઈ હોય તેણે કરીને વિધે; એ વિધતા એક પાનથી બીજા