________________
શ્રી જૈન જ્ઞાન સાગર: ૬ સંવરતત્વ. છવરૂપી તળાવને વિશે કમરૂપ જળ આવતાં, વતપરચખાણદિક દ્વારા દેવે (આડશ) કરી શકીએ તેને સંવરતત્ત્વ કહીએ.
સંવરતત્વના સામાન્ય પ્રકારે વીશ ભેદ કહે છે ૧ સમકિત તે સંવર, ૨ વ્રત પચ્ચકખાણ તે સંવ૨, ૩ અપ્રમાદ તે સંવર, ૪ અકષાય તે સંવર, ૫ શુભગ તે સંવર, ૬ જીવ દયા પાળવી તે સવ૨, ૭ સત્ય વચન બલવું તે સંવર, ૮ દત્તવન ગ્રહણ કરવું તે સંવર, ૯ શિયળ પાળવું તે સંવર, ૧૦ અપરિગ્રહ તે સંવર, એ દઇ. પાંચ ઈન્દ્રિય, ૩ જેગ, એ મળી આઠનું સંવરવું તે સંવર, એ મળી અઢાર ૧૯ લંડ ઉપગરણ ઉપાધિ જતનાએ તે માટે તે સંવર. ૨૦ શુચિ કુસ ન કરે તે સંવર, એ વિશ ભેદ કહ્યા.
વિશેષે ૫૭ ભેદ કહે છે. ૧ ઈરિયાસમિતિ-જય રાખી ઉપગ સહિત છું સારા પ્રમાણે જમીન નજરે જે ચાલવું તે. ૨ ભાષાસમિતિ-સમ્યફ પ્રકારે નિરવ ભાષા એલવી, ૩ એસણાસમિતિસમ્યફ પ્રકારે નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વગેરે ભિક્ષાની ગવેષણ કરવી ૪ આયાણમડ મતનિખેવણસમિતિ-વસ્ત્રપાત્રાદિ જતનાએ લેવું મૂકવું તે ૫ ઉચ્ચાર પાસવણખેજલ્લ સંધાણું પારિઠાવણિયાસમિતિ-પરડવવાની વસ્તુ જતનાએ પરઠવવી. તે એ પાંચ સમિતિ તથા ૧ મનગુપ્તિ-મન ગોપવવું. ૨ વચનગુપ્તિ-વચન ગેપવવું. ૩ કાવ્યગૃતિ-કાયાપવવી. એ આઠ પ્રવચનમાતા આદરવા તથા બાવીસ પરીષહ (ઉપસર્ગ) સહન કરવા તે કહે છે.
૧ સુધાને-ભૂખને, ૨તૃષાનો-તરસને, ૩ શીતને-ટાઢને, ૪ ઉષ્ણુને-તડકાને, ૫ દસમસન-ડાંસ મચ્છર કરડવાને, ૬ અચેલને-ફાટાં ત્રટાં વસ્ત્રને અથવા વસ્ત્ર ન મળે તેને. ૭ અરતિને- ૮ સ્ત્રીને સ્ત્રી જવાને ૯ ચર્થને-ચાલવાને. ૧૦ બેસવાને બેસી રહેવું પડે. ૧૧ સેજાને રહેવાના સ્થાનકને. ૧૨ આક્રોશવચનને–આંક વચન સાંભળવા પડે તેને. ૧૩ વધ-માર ખાવું પડે. ૧૪ જાચવાને-માગવાને, ૧૫ અલાભને-કઈ વસ્તુની ઇચ્છા થતાં તે વસ્તુ ન મળે. ૧૬ રેગને-રગ આવ્યે થકે આંધ્યાન કરવાને. ૧૭ તૃણસ્પર્શના-તણખલાં વગેરેના સ્પર્શથી દુઃખ થાય છે. ૧૮ મેલને-મેલને દૂર કરવાની ઈચ્છાથી ન્હાવાને. ૧૯ સકાપુરસ્કારને-આદર સત્કાર મળવાને ૨૦ પજ્ઞાને-જ્ઞાનના ગર્વને. ૨૧ અજ્ઞાનને-જ્ઞાન ન ચડે તેને. રર દંસણને-સમકિત, સુમિ વિચાર સાંભળીને ધર્મને વિષે અસહણ કરવાને. એ મળી કુલ ત્રીશ થયા તથા દસ પ્રકારને યતિધર્મ આરાધો તે કહે છે. ૧ ખંતિ-ક્ષમા, ક્રોધને અભાવ. ૨ મુત્તિ-
નિભતા, સંતોષ. ૩ અજવે-કપટ રહિતપણું. ૪ મદ-માનને ત્યાગ. ૫ લાઘવે-લઘુતા, અપઉપધિ ૬ સચ્ચે-સત્ય ભાષણ કરવું. ૭ સંજમે-સત્તર ભેટે સંયમ પાર. ૮ ત-ઈચ્છા નિરોધ-બાર પ્રકારે તપ કરે. ૯ ચિયાએ અથવા અકિંચણ-સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂછ રહિત થવું. ૧૦ બંભર્ચરવાસેૌથુનને ત્યાગ એ દા.