________________
૨૨૮
શ્રી જેને જ્ઞાન સાગર ભાવાર્થ - આ પ્રમાણે જિનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારે પાર્થ નામને યક્ષ, જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે, અને તે ભગવાને જનસમુદાયને સંતુષ્ટ કર્યા છે, અને જે ત્રણે ભુવનની વાંછા પૂરવામાં ચિંતામણિ સમાન છે, તે મેક્ષપદરૂપી વૃક્ષનું બીજરૂપસમકિત મને અર્પણ કરે છે ૧૧ છે
શ્રી ધર્મસિંહ મુનિ વિરચિત શીખામણના અઠ્ઠાવીસ બોલ ૧. પહેલે બેલે, જેની શુદ્ધ શ્રદ્ધા હોય તેને ઉપદેશ સાંભળો.
૨. બીજે બેલે, જે જે વ્રત-પચ્ચકખાણ કરીએ તેને નિર્વાહ કરવો એટલે બરાબર શુદ્ધ રીતે પાળવાં, પણ દેષ લગાડ નહિ.
૩. ત્રીજે બેલે દુર્જન મિત્રથી કામ જોઇને પાડવું, નહિ તે પાછળથી અવશ્ય પસ્તાવું પડે.
૪. ચોથે બેલે. જે માણસ લટપટ કરતે આવે તેની સાથે એકદમ વગર વિચાર્યું ભળી જવું નહિ અર્થાત તે માણસની પરીક્ષા કરીને જ મિત્રાઈ કરવી.
૫. પાંચમે બોલે, જે ઘરમાં એકલી સ્ત્રી અથવા પુરુષ હોય તે ઘરમાં એકદમ ધાઈને પેસવું નહીં. કદાપિ અજાણે પેઠા તે ઊભા રહેવું નહીં, અર્થાત્ તરત પાછા વળવું કારણ કે સામાને સંદેહ પડે માટે.
૬. છઠ્ઠું બોલે, કેઈ રૂડ અથવા વાલેશરી મિત્ર જે શીખામણ દે, તે પ્રમાણ કરી માનવી.
૭. સાતમે બેલે, જેના લવામાં ઢંગધડો ન હેય તેની સાથે મળી જવું નહિ, અર્થાત fજે પુરૂષ બલ્લું પાળતા હોય તેમને જ પરિચય કરવો.
૮. આમે બોલે એક સમક્તિ અને બીજું શિયળ–તેને દઢ કરી રાખીએ. અર્થાત સમિતિ અને શિયળમાં દેવ નહિ લગાડતાં શુદ્ધ રીતે પાળવું..
૯. નવમે બેલે, વિલ માણસથી પ્રીતિ ન કરીએ અર્થાત શિલીઆની સંગત કરીએ નહિ. તેમ છતાં કરે તે અવશ્ય ખામી લાગે, એટલું જ નહિ, પણ આબરૂ-ઈજજત પણ ઘટે.
૧૦. દશમે બોલે, આપણુ વાલેશરીને તથા રૂડા મિત્રને દગો ન દઈએ પરંતુ પ્રેમ વધારીએ. ૧૧. અગિયારમે બેલે, કુસંગીની સંગત ન કરીએ, જે કરીએ તે આપણી પ્રતીત ઘટે.
૧૨. બારમે બેલે, પિતાના વડેરામાં ભૂલચૂક પડી હોય તે વારંવાર સંભારીએ નહિ, કારણ કે આપણાથી મોટા છે માટે.
૧૩. તેરમે બોલે, અવિવેકી, અણસમજુને ધર્મની શીખામણ દેતા રહી એ, જે અકલ આવે અથવા ન આવે, પણ ઉપદેશ દેતા જ રહીએ.
૧૪. ચૌદમે બોલે, પિતાને વડેરાને વિનય કરીએ, કદાપિ વડેરા ઘણું કરી માને અર્થાત વડેરા ના કહે તે પણ વિનય ન મૂકીએ,
૧૫. પંદરમે બોલે, દેલ (દુઃખ) સેલ (સુખ), ખમીએ તથા રૂડા કુળની અને ખરા. ધર્મની મર્યાદા ન મુકીએ.
૧૬. સોળમે બેલે, પિતાના ગુણ પિતાના મોટેથી પ્રકાશીએ નહિ, તેમ છતાં પ્રકાશીએ તે અવશ્ય હલકાપણું દેખાય.
૧૭. સત્તરમે બોલે, કેઇને મોઢે દુભીએ નહિ અર્થાત કોઈને બોટું મનાવીએ નહીં, પરંતુ કામ તે જોઈને જ પાડીએ.