________________
અથ શ્રી શ્રતા અધિકાર
શ્રી નંદિસૂત્રમાં શ્રોતા અધિકાર નીચે મુજબ છે :
ગાથા-૧ સેલ ઘણું ૨ કુડગ, ૩ ચાલણી, ૪ પરિપુણગ, ૫ હંસ, ૬ મહિસ, મેસે યઃ ૮ મસગ, ૯ જલુગ, ૧૦ બિરાલી, ૧૧ જાહગ, ૧૨ મે, ૧૩ ભેરિ, ૧૪ આભીરી સા. ૧
ચૌદ પ્રકારના શ્રેતા છે. તેમાં
૧. સેલ ઘણ-તે પથ્થર ઉપર જેમ મેઘ વરસે પણ પથ્થર પાણીથી ભીંજાય નહિ, તેમ એકેક શ્રોતા વ્યાખ્યાદિ સાંભળે પણ સમ્યજ્ઞાન પામે નહિ. બુદ્ધ થાય નહિ.
દ્રષ્ટાંત-કુશિષ્ય રૂપી પથ્થર, સદ્ગુરુ રૂપી મેઘ અને બંધ રૂપ પાણી, મુંગશેલીઓ તથા પુષ્પરાવર્ત મેઘનું દ્રષ્ટાંત ઃ જેમ પુષ્કરાવ મેઘથી મુંગશેલીઓ પલ નહિ તેમ એકેક કુશિષ્ય મહાન સવેગાદિક ગુણયુક્ત આચાર્યના પ્રતિબેધ્યા પણ સમજે નહિ, વૈરાગ્ય રંગ પામે નહિ, માટે તે શ્રેતા છાંડવા યોગ્ય છે. એ અવિનીતનું દ્રષ્ટાંત જાણવું.
જેમ કાળી ભૂમિને વિષે મેઘ વરસે તે તે ઘણું ભીંજે તથા પાણી પણ રાખે. તથા ગેધૂમાદિક (ઘઉં પ્રમુખ ) ની ઘણી નિષ્પત્તિ કરે તેમ વિનીત સુશિષ્ય પણ ગુરુની ઉપદેશરૂપ વાણી સાંભળી હદયમાં ધારી રાખે, વૈરાગ્યે કરી ભી જાય અને અનેક બીજા ભવ્ય જીવને વિનય ધર્મ વિશે પ્રવર્તાવે, માટે તે શ્રેતા આદરવા યોગ્ય છે.
૨, કહગ-કુંભનું દ્રષ્ટાંત. તે કુંભના આઠ ભેદ છે, તેમાં પ્રથમ ઘડો સંપૂર્ણ ઘડાના ગુણે કરી વ્યાપ્ત છે. તેના ત્રણ ગુણ. ૧ તે સમયે પાણી ભર્યા થકાં કિંચિત બહાર જાય નહિ. ૨. પિતે શિતળ છે માટે બીજાની પણ તૃષા ઉપશમાવે, શીતલ કરે. ૩ પરની મલિનતા પણ પાણીથી દૂર કરે તેમ એકેક શ્રેતા વિનયાદિ ગુણે કરી સંપૂર્ણ ભર્યા છે તે ત્રણ ગુણ કરે. ૧ ગુર્નાદિકને ઉપદેશ સર્વ ધારી રાખે, કિંચિત વિસારે નહિ. ૨ પિતે જ્ઞાન પામી શીતલ દશા પામ્યા છે અને ભવ્ય જીવને ત્રિવિધ તાપ સમાવી શીતળ કરે. ૩ ભવ્ય જીવની સંદેહ રૂપી મલિનતા ટાળે. એ શ્રેતા આદરવા ગ્ય છે.
૨ એક ઘડો પડખે કાણે છે તેમાં ભરે તે અડધું પાણી રહે ને અડધું પાણી વહી જાય. તેમ એકેક શ્રોતા વ્યાખ્યાનાદિ સાંભળે તે અડધું ધારી રાખે, અડધું વિસરી જાય.
૩. એક ઘડે હેઠે કાણો છે તેમાં પાણી ભરે તે સર્વ પાણી વહી જાય પણ રહે નહિ તેમ એકેક શ્રેતા વ્યાખ્યાનાદિ સાંભળે તે સર્વ વિસારે પણ ધારે નહિ.
૪. એક ઘડે નો છે તેમાં પાણી ભરે તે થોડો થોડે ઝમીને ખાલી થાય, તેમ એકેક શ્રેતા જ્ઞાનાદિ અભ્યાસ કરે પણ થોડે થોડે જ્ઞાન વિસારે.
૫. એક ઘડે દુર્ગધ વાસિત છે, તેમાં પાણી ભરે તે પાણીના ગુણ બગાડે, તેમ એકેક શ્રેતા મિયાત્વાદિક દુર્ગધ કરી વાસિત છે તેમને સૂત્રાદિક ભણાવતાં જ્ઞાનના - ગુણને વણસાડે.