________________
૨૦૮
શ્રી જૈન જ્ઞાન સાગર, શલ્યથી, સાત ભયથી, હાથી, શેકથી અને રાગદ્વેષથી બંધન રહિત થયા એટલે તેનાથી નિત્ય ૯૩ તે મૃગાપુત્ર આ લેક તથા પરલોકના સુખની ઈચ્છા નહિ રાખનાર, પોતાના શરીરને ચંદન લગાવનાર અથવા છેદનાર ઉપર અને આહાર કરવામાં અથવા અસગુ કરવામાં સરખો ભાવ રાખનાર એટલે સમાન દષ્ટિવાળા થયા ૯૪ તે મૃગાપુત્ર અપ્રશસ્ત એટલે હિંસાદિક પાપના દ્વારથી નિવૃત્ત થયા, તેથી સર્વ પ્રકારે આશ્રવનાં બારણાં બંધ થયાં અને અધ્યાત્મ સ્થાનના ચોગે કરી ઈદ્રિયને દમનારા અને સર્વત્તપ્રીત સિદ્ધાંતમાં શુભધ્યાનના યોગથી ઉપગવંત અથવા શુભઉપશમવાળા થયા. ૯૫-૯૬ એ પ્રમાણે જ્ઞાને કરી, ચારિત્રે કરી સમ્યફ કરી, તપે કરી, પચીશ ભાવનાએ કરી, અથવા અનિત્ય આદિ બાર ભાવનાએ કરી, નિર્મળ પરિણામે કરી પિતાના આત્માને સમ્યફ પ્રકારે ભાવતાં ઘણું વર્ષ સુધી સામાન્ય ચારિત્ર પાળીને એક માસનું અણુસણું કરીને સર્વોત્તમ–પ્રધાન મેક્ષ ગતિને પામ્યા. ૯૭ એ પ્રકારે જે તત્વના જાણ, પંડિત વિચિક્ષણ હેય તે મૃગાપુત્ર ઋષિ. ભેગથી નિવર્યા તેમ નિવાઁ, ૯૮ મોટા પ્રભાવવાળા અને મોટા યશવાળા મૃગાપુત્રનું સંસારની અસરતા દેખાડનાર ઉપદેશરૂપ ભાણ તથા તેમનું બાર પ્રકારના તપથી પ્રધાન અને ગતિપ્રધાન એટલે મેક્સ જવાને માટે યોગ્ય આ ચરિત્ર સાંભળીને જે આચરે તે ત્રણ લેકમાં પ્રસિદ્ધ એવી મોક્ષગતિને પામે. ૯ ધાતને દુઃખનું વધારનાર વણીને તથા મમત્વને સંસારનું બંધન જા |ીને તેમજ ધન અને ભવ, ચૌરાદેશના મોટા ભય ઉપરાવનાર જાણીને સુખની પ્રાપ્તિ કરનારું તથા મોક્ષ ગુણ લાવનારું અને અનંતરી વગેરે ગુણોને લાવનારું એવું ધર્મરથનું ઘેસ ધારણ કરે. એમ હું કહું છું.
ઇતિ અધ્યયને સમાપ્ત.
મૃગાપુત્ર મુનિરાજ, ધન્ય ધન્ય સૃગાપુત્ર, વિષયરૂપ વિષધરને છાંડયા, ત્યાગ કર્યું નિજ રાજ-ધન્ય માતા-પિતાને શુભ સમજાવી, ધર્યું તમય તાજ-ધન્ય મૃગજળ સમ આ ભવભ્રમ જાણ્ય, નિષ્ફળ તનસુખ કાજ-ધન્ય શુભ સ્ત્રિ આ ભવિ છેને, ભવસમુદ્રની પાજ-ધન્ય
છે ૧ માયા, ૨ નિદાન, ૩ મિથ્યાદશન, એ ત્રણ શલ્ય