________________
૧૫૪
શ્રી જેને જ્ઞાન સાગર ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂવાદિકની સ્વાધ્યાય તથા ધ્યાન પ્રમુખ અંગીકાર કરે તે કર્મ રૂપ રેગ મટે અને સિદ્ધ ગતિમાં અનંત લક્ષ્મી પામે; એ આદરવા યોગ્ય છે.
૨, જેમ ભરીને વગાડનાર પુરુષ રાજાના હુકમ પ્રમાણે ભેરી વગાડે નહિ, તે રાજા કે પાયમાન થઈ દ્રવ્ય આપે નહિ, તેમ અવિનીત શિષ્ય તીર્થકરની તથા ગુર્નાદિકની આજ્ઞા પ્રમાણે સૂત્રાદિકની સ્વાધ્યાય, ધ્યાન કરે નહિ તે તેમને કમરૂપ રેગ મટે નહિ અને સિદ્ધ ગતિનું સુખ પામે નહિ, એ છાંડવા એગ છે.
૧૪ આભીરી-તેના બે પ્રકાર–૧. આભીરી સ્ત્રી-પુરુષ એક ગામથી પાસેના શહેરમાં ચાલતાં ચાલતાં ગાડામાં ધૂત ભરી વેચવા ગયાં. ત્યાં બજારમાં ઉતારતાં ધૃતનું ભાજન, વાસણ ફૂટી ગયું. ધૃત ઢળી ગયું પુણે સ્ત્રીને ઘણું ઠપકાવાળા કુવચનો કહ્યાં, ત્યારે સ્ત્રીએ પણ તે ભર્તારને સામાં કુવચને કહ્યાં, આખરે ચૂત ઢોળાઈ ગયું ને બન્ને બહુ શેક કરવા લાગ્યાં. જમીન પરનું વૃત પાછળથી લુંછી લીધું ને વેચ્યું, કીંમત મળી, તે લઈ સાંજે ગામ જતાં, ચોરેએ લુંટી લીધી. બહુ નિરાશ થયા. લોકેએ પૂછવાથી સર્વ વૃતાંત કહ્યો. લેકેએ ઠપકે દીધો. તેમ ગુએ વ્યાખ્યાન ઉપદેશમાં આપેલ સાર–વૃતને લડાઈ-ઝઘડે કરી ઢળી નાખે ને છેવટે કલેશ કરી દુર્ગતિ પામે. આ શ્રોતા છાંડવા યોગ્ય છે.
૨. ધૃત ભરી શહેરમાં જતાં બજારમાં ઉતારતાં વાસણ ફૂટયું કે તરત જ એકદમ મળી ભેગા થઈ તે ધૃત ભરી લીધું પણ, બહુ નુકશાન થવા દીધું નહિ. તે વૃતને વેચી પૌસા મેળવી સારા સંઘાત સાથે ગામમાં સુખે સુખે જેમ અન્ય સુજ્ઞ પુરૂષ પહેચે, તેમ વિનીત શિષ્ય શ્રોતા ગુરુ પાસેથી વાણી સાંભળી શુદ્ધ ભાનપૂર્વક તે અર્થ સૂત્રને ધારી રાખે, સાચવે અમ્મલિત કરે, વિસ્મૃતિ થાય તે ગુરુ પાસે ફરી ફરી માફી માગી ધારે, પૂછે; પણ કલાટ ઝઘડો કરે નહિ, જે ઉપર ગુરુ પ્રસન્ન થાય, સંયમ, જ્ઞાનની શુદ્ધિ થાય, પરિણામે સદ્ગતિ મળે, આવા શ્રોતા આદરણીય છે.