________________
૧
અથ શ્રી નવ તત્વ
૭ નિજ રાતત્વ, આત્માના પ્રદેશથી બાર ભેદે તપસ્યા કરી, દેશથકી કર્મનું નિર્જરવું, ઝરીને દૂર થવું તેને નિજતત્વ wીએ. - નિજ બે પ્રકારે છે ૧ દ્રવ્ય નિર્જયા, ૨ ભાવ નિજ તથા અકામ અને સકામ એવા બે ભેદ પણ છે. પદગળ કર્મનું જે સડવું તે દ્રવ્ય નિર્જરા અને આત્માનાં શદ્ધ પરિણામે કરી કર્મની સ્થિતિ જે પિતાની મેળે પાકે અથવા બાર પ્રકારનાં તપ કરી નીરસ કય' એવાં જે કર્મ પરમાણુ તે જેનાથી સડે એવા જે આત્માનાં પરિણામ થાય તે ભાવ નિજીશ. તિર્યંચાદિકની માફક ઈચ્છા વિના કષ્ટ સહન કરતા કર્મ પુદુગળનું ક્ષપન થાય છે, તે દ્રવ્ય અથવા અકામ નિર્જશ. બાર પ્રકારના તપે કરી સંયમી થકાં કષ્ટ સહન કર્યાથી જે કર્મ પરમાણુનું ક્ષપન કરવું અથવા સાડવું તે ભાવ અથવા સકામ નિશ. આ બન્ને નિશમાં ભાવ અથવા સકામ નિજા શ્રેષ્ઠ છે.
તે નિજતત્વ, બાર પ્રકારના તપના ભેદે કરી કહે છે એટલે બાર પ્રકારને તપ કરવાથી અનાદિ સંબંધ સર્વ કર્મોનું પરિશાટન થાય છે, તેનેજ નિજતત્વ કહે છે.
બાર પ્રકારના તપથી કર્મોની નિર્જ થાય છે. તે તપના બે ભેદ છે. એક ભાહી તપ, બીજે અત્યંતર તપ તેમાં બાહા તપના છ પ્રકાર કહે છે.
૧ અનશન-આહારને ત્યાગ, ૨ ઉદરી-ન્યૂનતા કથ્વી-ઉપગરણ અથવા આહાર પાણીમાં ઓછું કરવું, ૩ વૃત્તિસંક્ષેપ-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આજીવિકાને સંક્ષેપ કરે એટલે અભિગ્રડ તથા નિયમાદિક ધારવા૪ રસપરિત્યાગ-વિગયાદિક સારા સારા રસને ત્યાગ. ૫ કાયકલેશ-તપ, ચાદિક કષ્ટનું સહન કરવું. કાઉસ્સગ કર. ૬ પ્રતિસલીનતા-અંગ ઉપાંગનું સવરવું ગોપન કરવું એ છ પ્રકારનો બાહ્ય તપ તે સર્વશી તથા દેશથી એવા બે ભેદે જાણવા જે કષ્ટને મિથ્યાત્રીઓ પણ તપ કરી માને છે. જેને લેક પણ દેખી શકે છે જેથી કષ્ટ ઘણું ને લાભ અપ થાય અને બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનો બાહ્ય તપ કહ્યો.
છ પ્રકારને અત્યંતર તપ કહે છે. ૧. પ્રાયશ્ચિત-કરેલા અપરાધની શુદ્ધિ કરવી, પટ રહિતપણે લાગેલા દોષ ગુરુ આગળ પ્રકાશ કરી તેની આયણું લેવી. ૨. વિનય-ગુર્વાદકની ભક્તિ કરવી તથા અશાતના ટાળવી. ૩. વૈયાવચ્ચ-અન, પાણી, વસ્ત્ર તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા-ભકિત કરવી. ૪. સઝાય-૧. પિતાને ભણવું. શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું. ૨. એ દેહ પડવાથી ગુર્નાદિકને પૂછવું. ૩. શિખેલું વરી સંભારવું. ૪. ધારેલું ચિંતન કરવું, ૫. ધર્મ સંબંધી કથા કહેવી તથા ઉપદેશ કરે એ પાંચ ભેદ. ૫, ધ્યાન-આર્ત, રૌદ્ર એ બે ધ્યાન ટાળી ધર્મ અને શુકલ એ બે ધ્યાનથી મનની એકાગ્રતાએ અવલંબન કરવું ૬, કાઉસ્સગ્ન કાયા હલાવવી નહિ. તે કાઉસગ દ્રવ્ય તથા ભાવે એ બે ભેદ છે એ છે ભેદને સમ્યફ દૃષ્ટિ જીવ તપ કરી માને. એમ બાર પ્રકારના તપે કરી નિજ રા તત્ત્વ કહ્યો ઈતિ.