________________
ર
શ્રી જૈન જ્ઞાન સાગર
સિદ્ધને દ્વાર કહે છે.
સિદ્ધને શરીર નથી સિદ્ધની અરૂપી આત્મ પ્રદેશના ઘનની અવઘણ જ એક હાથ ને આઠ અંગુલની, મધ્યમ ચાર હાથ ને સેળ આગળની અને ઉત્રણ ત્રેવીશ ધનુષ્ય ને બત્રીશ આંગળની સિદ્ધિને સંઘયણ નથી. સિદ્ધને સંસ્થાન નથી. સિદ્ધને કષાય નથી. સિદ્ધને સંજ્ઞા નથી, સિદ્ધને લેહ્યા નથી. સિદ્ધને ઈદ્રિય નથી. સિદ્ધને સમુદઘાત, નથી. સિદ્ધ સંસી અસંસી નથી. સિદ્ધને વેદ નથી. સિદ્ધને પર્યાય નથી. સિદ્ધને સમક્તિ દષ્ટિ છે. સિદ્ધને એક કેવળ દર્શન છે; સિદ્ધને એક કેવળ જ્ઞાન છે, સિદ્ધને અજ્ઞાન નથી. સિદ્ધને જોગ નથી. સિદ્ધને બે ઉપયોગ, તે કેવળજ્ઞાન ને કેવળદર્શન છે. સિદ્ધને આહાર નથી. ઉઘવાય તે આવીને ઉપજે એક દંડકને તે મનુષ્યને. સિદ્ધની સ્થિતિને છેડે નથી. સિદ્ધાને મરણ નથી, સિદ્ધને ચવવું નથી. ગઈ તે મરીને સિદ્ધને કઈ ગતિમાં જવું નથી. આગઈ તે સિદ્ધમાં એક મનુષ્યને આવે, સિદ્ધને પ્રાણુ નથી. સિદ્ધને જાગ નથી.
અતિ લઘુદંડકના બાલ સમાપ્ત.