Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna Author(s): Nagin J Shah Publisher: Sanskrit Sanskriti GranthmalaPage 28
________________ જૈનદર્શન અને સાંખ્યયોગમાં શાનદર્શનવિચારણા ૮ સ્વચ્છ શાંત જ્ઞાન દ્વારા અંતઃકરણ વિશુદ્ધ બને છે. આવા વિશુદ્ધ અંતઃકરણવાળો ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કરી એકાગ્ર મનથી ધ્યાન કરતો નિષ્કલ આત્માનું દર્શન કરે છે. આમ, અહીં દર્શનનું સાક્ષાત્કારણ યોગદર્શનસમ્મત ધ્યાન જણાવાયું છે. બૃહદારણ્યક 4.4.19માં મનને દર્શનનું સાધન ગયું છે.56 શંકર આના ઉપર ટીકા કરતાં કહે છે કે આચાર્યના ઉપદેશથી જન્મેલા પરમાર્થવિષયક જ્ઞાનથી સંસ્કૃત મન દર્શનનું સાધન છે. બૃહદારણ્યક 4.4.23 અનુસાર સમાધિ આત્મદર્શનનું કારણ છે. મૈત્રી 418 અનુસાર પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, તર્ક અને સમાધિ એ છ અંગવાળો યોગ દર્શનનું કારણ છે.” મૈત્રી 4.20 કહે છે કે તાલુના મૂળે જીભનું ટેરવું દબાવી, વાણી-મન-પ્રાણનો નિઃશેષ કરી તર્ક વડે બ્રહ્મનું દર્શન કરાય છે. 60 પછી આગળ તે ઉપનિષદ કહે છે કે તર્ક પછી જ્યારે મનનો ક્ષય થવાથી આત્મા આત્માનું દર્શન કરે છે ત્યારે આત્મા વડે આત્માનું દર્શન કરી તે નિરાત્મા બને છે. તર્કની સમજૂતી આ પ્રમાણે છે - તન ધરનારવિના નિશ્વિતરૂપેણ જ્ઞાનેન 62 તર્કને સવિકલ્પ સમાધિરૂપ ગણવામાં આવે છે. અહીં મનનો ક્ષય નથી. આ દર્શન મનઅંતઃકરણ દ્વારા થતું માનવું પડે. પછી મનનો ક્ષય થઈ જાય છે અને આત્માને આત્મા વડે આત્માનું દર્શન થાય છે. આ દર્શન પહેલા દર્શન કરતાં ચડિયાતું દર્શન છે. આમ, આ દર્શન એ શ્રવણ, મનન અને નિદિધ્યાસન પછી થતું દર્શન છે. શ્રવણ એ આચાર્યોપદેશજનિત જ્ઞાન છે. મનન એ મીમાંસા છે. મનનથી સ્થિર થયેલ તત્ત્વનું જ્ઞાન એ નિદિધ્યાસન છે. આમ દર્શન માટે ધ્યાન, ધ્યાન માટે મનન અને મનન માટે શ્રવણ જરૂરી છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસન એ દર્શનપ્રાપ્તિનાં * ક્રમિક સોપાનો છે. એટલે વિવરણપ્રમેયસંગ્રહમાં શ્રવણ, મનન અને નિદિધ્યાસનને દનના હેતુઓ ગણાવ્યા છે. 1 શ્રોતવ્ય કૃતિવાચેષ્યઃ માવ્યોપત્તિમઃ | __मत्वा च सततं ध्येयः एते दर्शनहे तवः ॥ આમ આ સમગ્ર નિરૂપણ ઉપરથી એ ફલિત થાય છે કે દર્શનનો ખાસ પારિભાષિક અર્થ સવિકલ્પક સમાધિ કે નિર્વિકલ્પક સમાધિમાં થતું આત્મદર્શન છે અર્ને આ સમાધિનું સાક્ષાત્ કારણ છે ધ્યાન. બોધરૂપ દર્શનનું સ્વરૂપ ઉપરની ચર્ચા ઉપરથી દર્શનનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. આ દર્શન એ અતીન્દ્રિય દર્શન છે. તે સાક્ષાત્કારરૂપ છે. સાક્ષાત્કારરૂપ હોઈ તત્ત્વને સંપૂર્ણ જાણે છે. આથી કેટલીકવારતેના વિષય તરીકે સર્વને ગણાવવામાં આવેલ છે અને સર્વજ્ઞ પતિ એમPage Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222