________________
૧૮૧ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા
79
શ્રદ્ધાથી સાધક સાધના શરૂ કરે છે અને છેવટે શ્રદ્ધાનું સ્થાન પ્રજ્ઞા લે છે. તેથી જ અરહન્નમાં શ્રદ્ધાનો અભાવ માનવામાં આવ્યો છે,78 અને ઘણી વાર કહેવામાં આવ્યું છે કે અરહન્ત શ્રદ્ધા ઉપર આધાર રાખ્યા વિના ઉચ્ચતમ જ્ઞાન(પ્રજ્ઞા)નો દાવો કરવાની સ્થિતિમાં હોવો જોઈએ. આ બાબતે બીજું પણ દૃષ્ટિબિંદુ છે. તે અનુસાર જ્ઞાનના વધવા સાથે શ્રદ્ધા વધતી જાય છે અને જ્યારે જ્ઞાન પૂર્ણ બને છે ત્યારે શ્રદ્ધા પણ પૂર્ણ બને છે. તેથી આ દૃષ્ટિબિંદુ અનુસાર અરહન્તમાં પ્રજ્ઞાની પૂર્ણતા સાથે શ્રદ્ધાની પૂર્ણતા પણ માનવામાં આવી છે.80 (બ) ન્યાય-વૈશેષિક દર્શન
ન્યાય-વૈશેષિક મતે આત્મા
ન્યાયવૈશેષિકોને મતે આત્મા ફૂટસ્થનિત્ય છે, વિભુ છે, અનેક છે.81 આત્મા દ્રવ્ય છે.82 આત્મદ્રવ્યના નવ વિશેષગુણો છે - બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, સંસ્કાર, ધર્મ અને અધર્મ.83 આત્મદ્રવ્ય અને આત્મગુણો વચ્ચે અત્યંત ભેદ છે. તેથી આત્મગુણો આત્માનું સ્વરૂપ નથી. પરિણામે મોક્ષમાં આત્મગુણોનો અત્યંત ઉચ્છેદ માનવામાં આવ્યો છે.85 આત્મગુણો આત્મદ્રવ્યમાં ઉત્પન્ન થઈ સમવાય સંબંધથી રહે છે. શરીરસંયોગ સાપેક્ષ આત્મ-મનઃસંયોગ આ વિશેષગુણોને આત્મામાં ઉત્પન્ન કરે છે.86 નવમાંનો કોઈ વિશેષગુણ કાલિક દૃષ્ટિએ કે દૈશિક દૃષ્ટિએ આત્મવ્યક્તિને વ્યાપીને રહેતો નથી. અર્થાત્ આત્માનો પ્રત્યેક વિશેષગુણ અયાવદ્રવ્યભાવી87 અને અવ્યાપ્યવૃત્તિ88 છે. આ નવ ગુણો આત્મદ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં રહેતા નથી.89 એટલે જ તેમને આત્માના વિશેષ ગુણો કહ્યા છે.
જ્ઞાન-દર્શન
ન્યાય-વૈશેષિક દાર્શનિકોએ સાંખ્યના કૂટસ્થનિત્ય પુરુષ યા આત્માને સ્વીકાર્યો. પરંતુ સાંખ્ય પ્રકૃતિઅંતર્ગત ચિત્ત અને અચિત્ત બન્નેનો સ્વીકાર કરેલો જ્યારે ન્યાય-વૈશેષિકે ચિત્તનો તદ્દન અસ્વીકાર કર્યો. બૌદ્ધો અને જૈનોએ પુરુષને ન સ્વીકારી તેનો ધર્મ દર્શન ચિત્તમાં માન્યો જ્યારે ન્યાય-વૈશેષિકોએ ચિત્તને ન સ્વીકારી તેનો ધર્મ જ્ઞાન પુરુષમાં નાખ્યો. હવે આ જ્ઞાન ધર્મ પરિણામી હોઈ, ફૂટસ્થ નિત્ય પુરુષમાં પરિણામીપણું આવતું અટકાવવા કોઈ રસ્તો કાઢવાનું તેમને માટે અત્યંત આવશ્યક હતું. તેમણે કહ્યું કે જ્ઞાન ગુણ છે અને પુરુષ દ્રવ્ય છે, • અને દ્રવ્ય અને ગુણ વચ્ચે અત્યંત ભેદ છે. જ્ઞાન એ પુરુષનો સ્વભાવ નથી. તે તો શરીરાવચ્છિન્ન આત્મમનઃસન્નિકર્ષરૂપ નિમિત્ત કારણથી આત્મામાં ઉત્પન્ન થઈ સમવાયસંબંધ દ્વારા તેમાં રહે છે. ગુણ અને દ્રવ્યને જોડનાર સમવાયસંબંધ