________________
૧૭૯ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ધર્મવિષયક ધ્યાન કરવાની ઇચ્છા જાગે છે, ઇચ્છા જાગવાથી તદનુરૂપ ઉત્સાહ (પ્રયત્ન) થાય છે (અર્થાતુ ધર્મવિષયક ધ્યાન કરે છે), ઉત્સાહને પરિણામે (પ્રથમ ધ્યાનમાં વિતર્ક - વિચારથી) ધર્મનું તોલન કરે છે, તોલન કરીને (દ્વિતીય ધ્યાન કરવાનું) પરાક્રમ કરે છે, (દ્વિતીય ધ્યાનમાં) તેને પરમસત્યનો સાક્ષાત્કાર થાય છે, પ્રજ્ઞાથી પરમસત્યનો વધ કરી પરમસત્યને દેખે છે. આ સચ્ચાનુબોધ છે – સત્યની ઝાંખી છે. આ સત્યપ્રાપ્તિ નથી. અહીં એક અત્યંત મહત્ત્વની વાત એ કહી છે કે કોઈપણ અપરીક્ષિત સિદ્ધાન્ત કે ધર્મ ધ્યાનને યોગ્ય નથી. અર્થાતુ જે સાધકે સિદ્ધાન્ત કે ધર્મની પરીક્ષા કરી છે તે સાધક જ તે સિદ્ધાન્ત કે ધર્મ ઉપર ધ્યાન કરવાની પાત્રતા પામે છે. દ્વિતીય ધ્યાનમાં સત્યનું જે દર્શન થાય છે તેના પરિણામે દ્વિતીય ધ્યાનમાં અધ્યાત્મપ્રસાદરૂપ શ્રદ્ધા હોય છે. અભિધર્મકોશભાષ્યમાં (8.) કહ્યું છે કે દ્વિતીય ધ્યાનમાં અધ્યાત્મપ્રસાદ હોય છે. અધ્યાત્મપ્રસાદને સમજાવતાં ભાષ્ય જણાવે છે કે –“વિતવિવાર વિઠ્ઠી. प्रशान्तवाहिता सन्ततेरध्यात्मप्रसादः । सोर्मिकेव हि नदी वितर्कविचारक्षोभिता । સત્તતિરસના વર્તત તિ પછી ભાષ્યકાર કહે છે કે “તાત્ તરિં શ્રદ્ધા પ્રસાદ तस्य हि द्वितीयध्यानलाभात् समाहितभूमिनि:सरणे सम्प्रत्यय उत्पद्यते । સોત્રાધ્યાત્મપ્રારકા વિશુદ્ધિમાર્ગના ચોથા પરિચ્છેદના દ્વિતીય ધ્યાનના નિરૂપણમાં કહ્યું છે કે, “લહેરો અને તરંગોથી ક્ષુબ્ધ જલની જેમ વિતર્ક-વિચારથી ક્ષુબ્ધ પ્રથમ ધ્યાન શાન્ત હોતું નથી. એટલા માટે પ્રથમ ધ્યાનમાં શ્રદ્ધા હોવા છતાં સમ્પ્રસાદને ત્યાં કહેવાયું નથી. શાન્ત ન હોવાથી પ્રથમ ધ્યાનમાં સમાધિ પણ ભલી રીતે પ્રગટ થતી નથી. એથી ઊલટું દ્વિતીય ધ્યાનમાં વિતર્ક-વિચારના વિદ્ધના અભાવને કારણે અવકાશપ્રાપ્ત શ્રદ્ધા બળવાન બને છે. બળવાન શ્રદ્ધાની સહાયતા પામીને જ સમાધિ પણ પ્રગટ થાય છે. આથી એ સ્પષ્ટ થાય છે કે જેમ આકારવતી * શ્રદ્ધા અત્યપ્રસાદરૂપ છે તેમ, દ્વિતીયધ્યાનગત શ્રદ્ધા અધ્યાત્મપ્રસાદરૂપ છે.
મઝિમનિકાયના ચંકિસુત્તમાં આગળ કહ્યું છે કે, “ધર્મને સેવવાથી, ધર્મની ભવના કરવાથી અને ધર્મને વધારવાથી ધર્મની - સત્યની પ્રાપ્તિ થાય છે.”76 આમ ધર્મના સતત સેવનથી અને ધર્મની સતત ભાવના કરવાથી તેની પ્રાપ્તિ થાય છે. સત્યની પ્રાપ્તિ એ પૂર્ણપ્રજ્ઞા છે. પ્રજ્ઞાની પૂર્ણતા સાથે શ્રદ્ધાની પૂર્ણતા પણ સૂચવાય છે. આનો ખુલાસો હવે પછી થશે.
- નિર્વાણ માટે કેળવવાના ગુણોની જે યાદીઓ મળે છે તે બધીમાં શ્રદ્ધાનો ઉલ્લેખ પહેલો છે અને પ્રજ્ઞાનો ઉલ્લેખ પ્રાયઃ છેલ્લો છે, જેમ કે - (1) સદ્ધા, સીલ, સુત, ચાગ, પમ્મા (અંગુત્તરનિ. 2.66, 3.6, 44, 181, ,