________________
જૈનદર્શન અને સાંખ્યયોગમાં શ્રદ્ધારૂપ દર્શન ૧૫૨ લાગતો નથી. શક્તિભેદે આવરણભેદ મનાયો છે. જો સમ્યગ્દર્શનરૂપ આત્મિક શક્તિ એ જ્ઞાનરૂપ આત્મિક શક્તિથી ભિન્ન હોય તો તેમનાં આવરણો પણ * ભિન્ન હોય જ. આ બે શક્તિઓ ભિન્ન છે, માટે તેમનાં આવરણો પણ ભિન્ન જ માનવાં જોઈએ, અને મોટા ભાગના જૈન ચિંતકોએ ભિન્ન આવરણો માન્યાં જ છે. સમ્યગ્દર્શનનું આવરણ દર્શનમોહનીય કર્મ છે અને જ્ઞાનનું આવરણ જ્ઞાનાવરણીય કર્મ છે. જૈન દર્શનમાં આ સ્થિર થયેલો સિદ્ધાન્ત છે. આ
અભેદવાદીની ત્રીજી દલીલમાં કંઈ સાર નથી. રુચિલક્ષણ શ્રદ્ધાનરૂપ દર્શન અને મતિજ્ઞાનનો અવાય એ બન્નેનો સ્વભાવ એક છે એવી એમની દલીલ ટકે એવી નથી. એ વિશે પ્રથમ દલીલની સમીક્ષામાં પૂરતું કહેલું છે, એટલે પુનરુક્તિ કરતા નથી.
અભેદવાદીની ચોથી દલીલ એ છે કે તે બેનો વિષય પણ એક જ છે. પરંતુ કઈ રીતે વિષય એક છે તે તેણે સમજાવ્યું નથી. વિષય ભલે એક હોય તેમ છતાં તે બન્નેનાં સ્વરૂપનો ભેદ હોઈ શકે છે. અમુક વિષયની શ્રદ્ધા હોવી કે તેમાં વિશ્વાસ હોવો અને એ જ વિષયનું જ્ઞાન હોવું એ એક જ વાત નથી. વિષય એક હોવા છતાં તેમનો સ્વરૂપભેદ સ્પષ્ટ જ છે.'
આમ, અભેદવાદીનો પક્ષ સબળ જણાતો નથી. સિદ્ધસેનગણિ અભેદવાદ તરફ ઢળતા લાગે છે, પણ આગમાનુસારી ટીકા રચનાર તેમણે આવું વલણ કેમ અપનાવ્યું તે સમજાતું નથી. આગમમાં અભેદવાદ પ્રાય સ્વીકાર્ય નથી. આગમોમાં તો ભેદવાદનું જ સમર્થન જણાય છે.
સિદ્ધસેન દિવાકર · સિદ્ધસેન દિવાકર જેમ બોધરૂપ દર્શન અને જ્ઞાનના અભેદના પુરસ્કર્તા છે તેમ શ્રદ્ધાનરૂપ દર્શન અને જ્ઞાનના અભેદના પણ • પુરસ્કર્તા છે. તેઓ કહે છે કે પર્વ નિપિvજે સર્વમાનસ ભાવમો માવો
પુરિસ્સામfખવો ટૂંસાસો નુ સન્મતિપ્રકરણ 2.32 આનો અર્થ છે - એ પ્રમાણે જિનકથિત પદાર્થો વિષે ભાવથી શ્રદ્ધા કરતા પુરુષનું - જે અભિનિબોધરૂપ જ્ઞાન તેમાં “દર્શન” શબ્દ યુક્ત છે. આના ઉપર વિવરણ લખતાં પંડિત સુખલાલજી કહે છે કે, “મોક્ષના ત્રણ ઉપાયો પૈકી પ્રથમ ઉપાયભૂત સમ્યગ્દર્શન જે સમ્યજ્ઞાનથી જુદું મનાય છે, તે ખરી રીતે જુદું નથી; સમ્યજ્ઞાન જ સમ્યગ્દર્શન છે.”
આની સમીક્ષામાં જે કંઈ કહેવાનું છે તે કહેવાઈ ગયું છે. તેમ છતાં એકબે વસ્તુ તરફ ધ્યાન આપવું જરૂરી હોઈ, તે અંગે કહીએ છીએ. 2.33 ની ગાથામાં કહેવામાં આવ્યું છે કે સમ્યજ્ઞાનમાં નિયમથી સમ્યગ્દર્શન છે. પરંતુ સમ્યગ્દર્શનમાં સમ્યજ્ઞાન વિકલ્પ્ય છે - અર્થાતું હોય પણ ખરું અને ન પણ