________________
૧૬૯ જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા ઉત્તરના ચિત્તક્ષણોનાં ઉપાદાનકારણો હોય છે, બૌદ્ધો માને છે. ચિત્તક્ષણસંતતિમાં પ્રવાહનિત્યતા છે. અશુદ્ધ ચિત્તસન્નતિ સંસરણ કરે છે, તે માતાની કુક્ષીમાં પ્રવેશે છે.ll બૌદ્ધમતે જ્ઞાન-દર્શન
બૌદ્ધધર્મદર્શનમાં જ્ઞાન-દર્શનની બે કોટિઓ સ્પષ્ટપણે સ્વીકારવામાં આવી છે – ઐક્રિયક કોટિ અને યૌગિક કોટિ. ઐક્રિયક કોટિનાં જ્ઞાન-દર્શન
બૌદ્ધ નિકાયોમાં ઐક્રિયક ભૂમિકાએ “જ્ઞાન-દર્શન” પદ વપરાયેલું મળે છે. જે કેવળ ઇન્દ્રિયપ્રત્યક્ષને જ માને છે તે ભૂતવાદીના મુખમાં પણ “નાના પસમિ” પદો મૂકાયેલાં છે. એટલે અહીં “જ્ઞાન-દર્શન” ઈન્દ્રિયજન્ય બોધના. જ બે ભેદોનો નિર્દેશ કરે છે. આ ઐયિક કોટિના જ્ઞાન અને દર્શન વચ્ચે શો ભેદ છે, એની સ્પષ્ટતા નિકાયોમાં મળતી નથી. પરંતુ અભિધર્મદીપ 1.44 , સ્પષ્ટપણે કહે છે કે- “વ: રતિવિજ્ઞાનંવિનાનાતિવાવરકુાંમાનોનોપસ્થિત્વત્ વિશેષ: સમુદાંતયોઃ ” ચક્ષુ દેખે છે અને વિજ્ઞાન જાણે છે. દર્શન આલોચનરૂપ છે અને જાણવું તે ઉપલબ્ધિરૂપ છે. આલોચન અને ઉપલબ્ધિ યુગપતું થાય છે એમ વૃત્તિમાં જણાવ્યું છે. વળી, વૃત્તિ જણાવે છે કે વિજ્ઞાનાધિષ્ઠિત ચક્ષુ જ દેખે છે અને આલોચનાધિષ્ઠિત ચક્ષુર્વિજ્ઞાન જ જાણે છે, તે બન્ને - ચક્ષુ અને ચક્ષુર્વિજ્ઞાન - પરસ્પર અનુગ્રહ કરે છે. અભિધર્મકોશ 1.42 ઉપરના ભાષ્યમાં ચક્ષુ દેખે છે કે ચર્વિજ્ઞાન દેખે છે, એની ચર્ચા છે. ત્યાં જેઓ એમ માને છે કે ચક્ષુર્વિજ્ઞાન દેખે છે તેમના ઉપર આક્ષેપ કરતાં વૈભાષિકો પૂછે છે કે જો ચક્ષુર્વિજ્ઞાન દેખે છે તો જાણે છે કોણ? દર્શન અને વિજ્ઞાનમાં શું અંતર છે ? વળી, ભાષ્યકાર જણાવે છે કે કાશ્મીરી વૈભાષિકોને મતે ચક્ષુ દેખે છે,
જ્યારે મન જાણે છે. આ મત ભાષ્યકારને માન્ય હોય એમ લાગે છે, કારણ કે 1.43 ના ભાષ્યમાં તે કહે છે કે “અમે કહ્યું કે ચક્ષુ દેખે છે, શ્રોત્ર, ઘાણ, જિલ્લા, કાય પ્રત્યેક પોતપોતાના વિષયનું ગ્રહણ કરે છે અને મન જાણે છે. શું આ ઈન્દ્રિયો પોતાના વિષયને પ્રાપ્ત થાય છે?” અભિધર્મકોશ 8.27 ના ભાષ્યમાં દિવ્યચક્ષુના સંદર્ભમાં જ્ઞાન-દર્શનનો નિર્દેશ છે. ત્યાં યશોમિત્રે સ્ફટાર્થોમાં જે કહ્યું છે તે ઉપરથી સૂચિત થાય છે કે જ્ઞાન એ મનોવિજ્ઞાનસંપ્રયુક્ત બોધ છે જ્યારે દર્શન એ ચક્ષુર્વિજ્ઞાનસંપ્રયુક્ત બોધ છે, અર્થાત્ જ્ઞાન એ સવિકલ્પક બોધ છે જ્યારે દર્શન એ નિર્વિકલ્પક બોધ છે. સ્થવિરો અનુસાર મનોવિજ્ઞાનનું કાર્ય સન્તીરણ (investigating, ઈહા, ઊહ) અને વોટ્ટપન (determining,