Book Title: Jain Darshan ane Sankhya Yogma Gyan Darshan Vicharna
Author(s): Nagin J Shah
Publisher: Sanskrit Sanskriti Granthmala

Previous | Next

Page 191
________________ ૧૭૧ – જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા દર્શન માટે કોઈ હેતુ નથી, કોઈ કારણ નથી. પરંતુ આ જાતનાં અજ્ઞાન અને અદર્શનનાં કે જ્ઞાન અને દર્શનનાં કારણોને જણાવતાં બૌદ્ધ નિકાયોમાં કહ્યું છે કે “જ્યારે માણસ કામરાગથી પરિવ્યુત્થિત અને પરીત ચિત્તવાળો હોય અને ઉત્પન્ન કામરાગના નિઃસરણને ( = નિર્મૂલીકરણને) યથાભૂત જાણતો અને દેખતો ન હોય ત્યારે તે અજ્ઞાનનો અને અદર્શનનો હેતુ છે. તેવી જ રીતે વ્યાપાદ, થિનમિદ્ધ, ઉદ્ધચ્ચકુકુચ્ચ, વિચિકિચ્ચા પણ અજ્ઞાનના અને અદર્શનના હેતુ છે. એથી ઊલટું સાત બોથંગ જ્ઞાન અને દર્શનની ઉત્પત્તિના હેતુ છે.27 અજ્ઞાન અને અદર્શનનાં જે પાંચ કારણો ઉપર જણાવ્યાં તેમને પાલિનિકાયમાં પાંચ નીવરણ કહેવામાં આવે છે. બૌદ્ધ સિદ્ધાન્ત અનુસાર આ પાંચ નીવરણોનું નિર્મૂલન ધ્યાનોના વિકાસનો માર્ગ ચોક્ખો કરી આપે છે. “જ્યારે પાંચ નીવરણો નિર્મૂળ થાય છે ત્યારે તે અંતર્મુખ બને છે અને પ્રમોદ જન્મે છે, પ્રમુદિત થયેલા. તેનામાં પ્રીતિ પેદા થાય છે, પ્રીતિપૂર્ણ ચિત્તવાળાનું શરીર હળવું બને છે, તેવા શ૨ી૨વાળો સુખાનુભવ કરે છે, સુખીનું ચિત્ત સમાધિ પામે છે.’28 પછી ચાર ધ્યાનોનું વર્ણન આવે છે. આ પ્રસંગે અર્થાત્ ચોથા ધ્યાનની પ્રાપ્તિ વખતે ‘‘જ્યારે તેનું ચિત્ત સમાહિત, પરિશુદ્ધ, સ્વચ્છ, દોષરહિત, આગંતુકં ઉપકલેશોથી મુક્ત, મૃદું, સ્થિર અને નિરાકુળ બની જાય છે ત્યારે ચિત્તને તે જ્ઞાન-દર્શન ભણી વાળે છે.’’29 આ ભૂમિકાએ આંતરનિરીક્ષણ કરતું ચિત્ત શરીર સાથે સંબદ્ધ પોતાની ચેતનાનો - વિજ્ઞાનનો- સાક્ષાત્ અનુભવ કરે છે.30 આ જ ભૂમિકાએ તે પોતાના ચિત્તને ઈદ્ધિવિધ, દિબ્બસોતધાતુ, ચેતોપરિયગાણ, પુલ્બેનિવાસાનુસતિગાણ, સત્તાનું ચુસ્તૂપપાતઞાણ (દિબ્બચ′′) અને આસવખ્યઞાણ ભણી વાળે છે.31 આ છે છ ઉચ્ચ જ્ઞાનો (અભિજ્ઞા). આ છનું નિરૂપણ હવે પછી કરીશું. અહીં આપણે કાર્યકારણશૃંખલા તપાસીએ. નીવરણોનું નિર્મૂલન ચિત્તને સમાહિત કરે છે, સમાધિ ચિત્તને વસ્તુઓનું યથાભૂત જ્ઞાનદર્શન કરવા સમર્થ કરે છે. તેથી જ સમાધિને વસ્તુના યથાભૂત જ્ઞાન-દર્શનનું કારણ ગણવામાં આવેલ છે. સાધક સૌપ્રથમ શીલસંપદા પ્રાપ્ત કરે છે. શીલસંપદાની પ્રાપ્તિ પછી સમાધિસંપદાની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી તેને જ્ઞાન-દર્શનની પ્રાપ્તિ થાય છે. આ સમાધિપ્રસૂત જ્ઞાન-દર્શનને માટે પણ ઘણી વાર ‘પ્રજ્ઞા'' શબ્દનો પ્રયોગ થયો છે. હવે પ્રશ્ન એ છે કે આ યૌગિક કોટિના જ્ઞાન અને દર્શન વચ્ચે ભેદ શો છે ? નિકાયોમાં સ્પષ્ટપણે આ કોટિના જ્ઞાન અને દર્શન વચ્ચેનો ભેદ કહેવામાં આવ્યો નથી. પરંતુ અભિધર્મકોશમાં 8.27 માં વર્શનાયાક્ષ્યમિત્તેા એમ કહ્યું

Loading...

Page Navigation
1 ... 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222