________________
૧૭૫ . જૈનદર્શન અને સાંખ્યયોગમાં જ્ઞાનદર્શનવિચારણા (૨) યોગ્ય ધ્યાનનો આશરો લઈ જે વસ્તુને જાણવી હોય તેને જાણવી. પ્રથમ વિકલ્પ પ્રતિષધયોગ્ય છે, કારણ કે બધી વસ્તુઓ અનંત છે અને તેથી બધી વસ્તુઓને ક્રમથી ન જાણી શકાય. તેથી સ્વાભાવિક રીતે જ એ ફલિત થાય છે કે બુદ્ધને બીજો વિકલ્પ સ્વીકાર્ય છે, અને એ અર્થમાં જ સર્વજ્ઞત્વ તેમને માન્ય છે. આનો અર્થ એ કે વિશેષ પ્રકારની આધ્યાત્મિક સાધનાને પરિણામે સાધકની અંદર બધું જાણવાની શક્તિ (લબ્ધિ) જન્મે છે, પરંતુ તે કદી બધાને યુગપતું જાણતો નથી. તે તે વસ્તુને જ તે તે વખતે જાણે છે કે જે વસ્તુને જાણવાની તેને ઇચ્છા થાય છે અને તે પણ યથાયોગ્ય ધ્યાન ધરીને તે તે વસ્તુને તે જાણે છે. આ અર્થઘટનનું સમર્થન મિલિન્દપ્રશ્નમાંથી પ્રાપ્ત થાય છે. ત્યાં મિલિન્દ નાગસેનને પૂછે છે કે શું બુદ્ધ સર્વજ્ઞ છે ? નાગસેન ઉત્તર આપે છે. કે હા મહારાજ, ભગવાન બુદ્ધ સર્વજ્ઞ છે, પરંતુ ભગવાન સતત બધી વસ્તુઓને જાણતા નથી પણ આવર્જિત થઈ જે ઈચ્છે છે તેને જાણે છે. શાન્તરક્ષિત પણ કહે છે કે બુદ્ધને જે જે વસ્તુને જાણવાની ઈચ્છા થાય છે તે તે વસ્તુને તે અવશ્ય જાણે છે, એવી એનામાં શક્તિ છે કારણ કે તેનાં આવરણો નાશ પામ્યાં છે.? શ્રદ્ધા (સમ્માદિક્ટ્રિ)
બૌદ્ધધર્મદર્શનમાં જૈન સમ્યફ દર્શનના સમાન અર્થવાળી સમ્માદિદ્ધિ છે. બૌદ્ધધર્મદર્શનમાં અસ્થિકવાદ સમ્માદિદ્ધિ છે, કિરિયાવાદ સમ્માદિઢિ છે અને હેતુવાદ સમ્માદિદિ છે.50 ચાર આર્યસત્યોમાં શ્રદ્ધા એ સમ્માદિદિ છે.'
સમ્માદિદ્ધિની પ્રાપ્તિના બે હેતુઓ જણાવવામાં આવ્યા છે. - (૧) બીજાના ઉપદેશનું શ્રવણ (૨) સ્વયં પોતાની વિચારણા - પરીક્ષણ.52 શ્રવણનું માહાત્મ અને ઉપયોગ સૂચવતાં મિલિન્દપ્રશ્નમાં કહેવામાં આવ્યું છે કે સારિપુત્ર ઉપચિતકુશલમૂળવાળા હોવા છતાં તેમને માટે પણ શ્રવણ વિના આસવક્ષય કરવો અશક્ય હતો.53
સમ્યફદષ્ટિ અને શ્રદ્ધાને સમાનાર્થકમાનવામાં આવેલ છે. મઝિમનિકોયમાં આવું વાક્ય આવે છે - ૨ પર્વ હિદું સુતં મુક્ત વિજ્ઞાતિ પત્ત... મનસા i fપ નેતિ મન, સોહં સ્મિ, મેસો મા તિ" (જે જોયું, સાંભળ્યું, જેનું મનન કર્યું અને જેને જાણ્યું તે મારું નથી, તે હું નથી, તે મારો આત્મા નથી.) અહીં ઉપનિષદોના દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાનનો નિર્દેશ જણાય છે. જો એમ હોય તો અહીં દિä નો અર્થ શ્રદ્ધા લેવો જોઈએ. ઉપનિષદોમાં જે આત્માને દર્શન, શ્રવણ, મનન અને વિજ્ઞાનથી પ્રાપ્ત થતી માનવામાં આવ્યો છે તેનો